ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

Featured Video Play Icon
Spread the love

ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ઉડાવી દેવાની ધમકી મામલે ઇન્ચાર્જ ડીજીપીનું મોટું નિવેદન
ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ ભારે દોડધામ મચી

ગુજરાત વિધાનસભા સંકુલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા આજે સનસનાટી મચી ગઈ છે. અનામી ઇમેલ દ્વારા મળેલી આ ધમકીમાં દાવો કરવામાં આવ્યો છે કે, વિધાનસભા સહિત રાજ્યના અનેક મહત્વના ઠેકાણે બોમ્બ મૂકવામાં આવ્યા છે. આવતીકાલથી ચૈત્રી નવરાત્રિનો પવિત્ર તહેવાર શરૂ થઈ રહ્યો છે, તે પૂર્વે જ આ પ્રકારની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ ભારે દોડધામ મચી ગઇ છે.

આજે સવારે 9 વાગ્યે મળનારી ગુજરાત વિધાનસભાની બેઠક હતી તે દરમિયાન બૉમ્બથી ઉડાવી ધમકીને પગલે તાત્કાલિક અસરથી મોકૂફ રાખવામાં આવી છે. ગૃહની કાર્યવાહી શરૂ થાય તે પહેલા જ તમામ ધારાસભ્યો અને સ્ટાફને સુરક્ષિત રીતે બહાર કાઢી આખું સંકુલ ખાલી કરાવાયું હતું. હાલમાં વિધાનસભાનું સત્ર ચાલુ હોવાથી રાજ્યના મુખ્યમંત્રી અને મંત્રીમંડળની સુરક્ષાને ધ્યાને રાખીને આ નિર્ણય લેવાયો છે. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ, એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS), બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમોએ આખા સંકુલને ઘેરી લઈને સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ઇમેલ ક્યાંથી આવ્યો અને તેની પાછળ કોનો હાથ છે તે અંગે સાયબર ક્રાઈમની ટીમ તપાસ કરી રહી છે. હાલ સમગ્ર ગાંધીનગરમાં હાઈ-એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મામલે ઇન્ચાર્જ DGPનું મોટું નિવેદન સામે આવ્યું છે

ગાંધીનગર ખાતે વિધાનસભામાં ઇમેલની ધમકી મળ્યા બાદ ભાજપના મંત્રીઓને ધારાસભ્યો સ્વર્ણિમ સંકુલ 1 – 2 ખાતે જવાની સૂચના આપવામાં આવી હતી. જ્યારે બીજી બાજુ કોંગ્રેસના ધારાસભ્યો મેં કોઈ સૂચના વિધાનસભા ધ્વારા આપવામાં આવી ન હતી. ભાજપના ધારાસભ્ય વિધાનસભામાં થી ભાગતા નજરે પડ્યા હતા, જ્યારે એક મંત્રી પોતાની કેબીનમાંથી ભાગ્યા હતા. આ બાબતે કોંગ્રેસ પક્ષના સિનિયર ધારાસભ્ય અને પક્ષના દંડક શૈલેષ પરમારે જણાવ્યું હતું, “આ ફેકુ સરકારમાં ફેક ઇમેઇલ મળ્યા છે, અમે કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો એ સ્થળ છોડ્યું નથી, ગૃહ કોઈ સંજોગોમાં છોડવું ન જોઈએ આવા ઈમેલથી , આતો સરકાર ડરી ગઈ છે તો પ્રજામાં કેવો મેસેજ જાય. તેમણે જણાવ્યું હતું કે વિધાનસભામાં પત્રકારો, પોલીસ અને કોંગ્રેસના ધારાસભ્ય સિવાય તમામ લોકોએ ખાલી કરી દીધી….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *