Site icon hindtv.in

સુરતના અલથાણમાં યુવાનના ગળામાં દોરો

સુરતના અલથાણમાં યુવાનના ગળામાં દોરો
Spread the love

સુરતના અલથાણમાં યુવાનના ગળામાં દોરો
યુવાનના ગળામાં દોરો આવી જતા તને ગંભીર ઈજાઓ
હોસ્પિટલે ખસેડાયો હતો જ્યાં તેનુ મોત નિપજ્યુ

સુરતના અલથાણ વિસ્તારમાંથી મોપેડ પર પસાર થતા યુવાનના ગળામાં દોરો આવી જતા તને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલે ખસેડાયો હતો જ્યાં તેનુ મોત નિપજ્યુ હતું.

સુરત ના અલથાણ વિસ્તારની માં પતંગના દોરાથી યુવકનું મોત થયુ છે. સચીન વિસ્તારમાં રહેતો અને રિલાયન્સ માર્કેટમાં કામ કરતો 23 વર્ષિય પ્રિન્સ નામનો યુવાન ન્યુ સીટીલાઈટના લાલ ઘોડા સર્કલ પાસેથી મોપેડ લઈ પસાર થતો હતો તે સમયે પતંગનો દોરો તેના ગળામાં આવી જતા તે પટકાયો હતો જેથી ઈજાગ્રસ્ત હાલતમાં પ્રિન્સને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો જો કે સારવાર મળે તે પહેલા જ યુવાનનુ મોત નિપજ્યુ હતું. જેને લઈ પરિવારજનોમાં દુખ જોવા મળ્યુ હતું. તો બનાવને લઈ પોલીસે હાલ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Exit mobile version