સુરતના સહારા દરવાજા પાસે હજ્જારો લીટર પાણી વેડફાયુ
બ્રિજની કામગીરી દરમિયાન પાણીની લાઈન તુટી પડતા પાણી વેડફાયુ
લાઈન તૂટવાના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ
સુરતના સહારા દરવાજા પાસે બ્રિજની કામગીરી દરમિયાન પાણીની લાઈન તુટી પડતા હજ્જારો લીટર પાણી વેડફાયુ હતુ. જેને લઈ ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી.
સુરતના સહારા દરવાજા વિસ્તારમાં બ્રિજ ની કામગીરી દરમ્યાન પાણી ની પાઈપલાઈન તૂટી ગઈ હતી. પાણીની લાઈનમાં ભંગાણ થતા હજારો લીટર પાણી વેડફાયું હતું. અને પાણી વેડફતા ટ્રાફિક સર્જાઈ હતી. રોડ પર પાણી ના નિકાલ માટે 5 પંપ લગાવામાં આવ્યા હતાં તો રોડ પર પાણી ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. જેને લઈ સહારા દરવાજા બ્રિજ પર 2 કિલો મીટર નો ટ્રાફિક જોવા મળ્યો હતો.

