સુરતમાં આ વર્ષે પણ લગ્ન સભારંભ કોયલડીનુ આયોજન
પી.પી.સવાણી ગ્રુપ દ્વારા પિતાની હુંફ પૂરી પાડનારો અનોખા લગ્ન
પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી
સુરતમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પી.પી.સવાણી ગ્રુપ દ્વારા પિતાની હુંફ પૂરી પાડનારો અનોખો લગ્ન સભારંભ કોયલડીનુ આયોજન કરાયુ હોય જે અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી.
સુરતમાં વર્ષોથી સમુહલગ્નનુ આયોજન કરતા પી.પી. સવાણી ગ્રુપ દ્વારા 20 અને 21મી ડિસેમ્બરે સમુહ લગ્નનુ આયોજન કરાયુ છે. ત્યારે સમુહ લગ્ન અંગે પત્રકાર પરિષદમાં મહેશભાઈ સવાણીએ માહિતી આપી હતી અને જણાવ્યુ હતું કે સુરતનું પી.પી.સવાણી ગ્રુપ શિક્ષણ, આરોગ્ય અને સામાજિક ક્ષેત્રે અનેકવિધ સેવાકીય કાર્યો કરતુ રહ્યું છે. આજ સુધી પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલી સેંકડો દીકરીઓનું કન્યાદાન પી.પી.સવાણી પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે. એ પરંપરાને આગળ વધારતા આ વર્ષે 20 અને 21મી ડીસેમ્બર 2025 એટલે કે શનિવાર અને રવિવારના રોજ કોયલડીમાં જોડાયેલ તમામ દીકરીઓનું કન્યાદાન કરશે. લગ્ન સમારોહના અનેકવિધ પ્રસંગો પણ ઉજવાશે જે અંગે પત્રકાર પરિષદમાં વધુ માહિતી આપવામાં આવી હતી. સાંભળો શુ કહી રહ્યા છે મહેશભાઈ સવાણી સહિતનાઓ.
