Site icon hindtv.in

સુરતના ડીંડોલી વિસ્તારમાં ચોરોએ પોલીસને ખુલ્લો પડકાર

સુરતના ડીંડોલી વિસ્તારમાં ચોરોએ પોલીસને ખુલ્લો પડકાર
Spread the love

સુરતના ડીંડોલી વિસ્તારમાં ચોરોએ પોલીસને ખુલ્લો પડકાર
જી 9 મોલમાં એક જ રાતમાં ચારથી પાંચ દુકાનોના તાળા તોડ્યા
લેપટોપ, મોબાઇલ ફોન અને રોકડ રકમની ચોરી કરી

સુરતના ડીંડોલી વિસ્તારમાં ચોરોએ પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો હોય તેમ જી 9 મોલમાં એક જ રાતમાં ચારથી પાંચ દુકાનોના તાળા તોડી લાખો રૂપિયાના લેપટોપ, મોબાઇલ ફોન અને રોકડ રકમની ચોરી કરી તસ્કરો ફરાર થઈ જતા ડિંડોલી પોલીસ દોડતી થઈ ગઈ હતી.

સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલા જી 9 મોલમાં મોડીરાત્રે ચોરટોળકીએ ધાડ પાડી હતી. એક જ રાતમાં ચારથી પાંચ દુકાનોના શટર અને તાળા તોડી તસ્કરોએ લાખો રૂપિયાના કિંમતી સામાન પર હાથ સાફ કર્યો હતો. ચોરો લેપટોપ, મોબાઇલ ફોન અને દુકાનોમાં રહેલી રોકડ રકમ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. તો સવારે વેપારીઓ દુકાનો ખોલવા પહોંચતા ચોરીની ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો. એકસાથે અનેક દુકાનોમાં થયેલી ચોરીથી વેપારીઓમાં ભારે ભય અને રોષ જોવા મળ્યો હતો. વેપારીઓએ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા અંગે પણ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. એક જ રાતમાં અનેક દુકાનોને નિશાન બનાવવામાં આવતા ડીંડોલી પોલીસની પેટ્રોલિંગ અને કામગીરી સામે પણ પ્રશ્નો ઉભા થયા છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને સમગ્ર મોલનું નિરીક્ષણ કરી હાલ સીસીટીવીની મદદથી આરોપીઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતાં.

Exit mobile version