સુરતના ઉમરા ગામ વિસ્તારમાં અચાનક અફરાતફરીનો માહોલ સર્જાયો હતો
અસ્થિર મગજનો એક વ્યક્તિ વીજ થાંભલા પર ચડી ગયો
પોલીસ અને તંત્રની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી
સુરતના ઉમરા ગામ વિસ્તારમાં આજે અચાનક અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અસ્થિર મગજનો એક વ્યક્તિ વીજ થાંભલા પર ચડી જતા લોકોમાં ભય ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ અને તંત્રની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.
સુરતના ઉમરા ગામ પાસે એક અસ્થિર મગજનો વ્યક્તિ વીજ થાંભલા પર ચડી જતા વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાને પગલે સ્થાનિક લોકો મોટી સંખ્યામાં સ્થળ પર એકત્ર થઈ ગયા હતા. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તાત્કાલિક પોલીસ અને વીજ વિભાગને જાણ કરવામાં આવી હતી. તંત્ર દ્વારા વ્યક્તિને સુરક્ષિત રીતે નીચે ઉતારવા કાર્યવાહી હાથ ધરાઈ હતી. ઘટનાને કારણે વિસ્તારમાં થોડા સમય માટે ભારે ઉત્સુકતા અને ચિંતા જોવા મળી હતી.

