ભાવનગરમાં વીજળીના કડાકા ભડાકા સાથે થયો વરસાદ,
બે કલાકમાં જ દોઢ ઈંચ વરસાદ
સારથિ વિદ્યા સંકુલ શાળાનો ત્રીજા માળનો આખો ડોમ ઉડયો
ભાવનગર શહેરમાં લાંબા સમયથી જેની લોકો આતુરતા થી રાહ જોઈ રહ્યા હતા એવા મેઘરાજાની “ધૂરંધર” એન્ટ્રી થઈ છે ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા વચ્ચે વરસાદ તૂટી પડતાં થોડી જ વારમાં રોડ પર પાણી વહેતા થયા હતા ધોધમાર વરસાદ પડ્યો હતો.
ભાવનગર સાગવાડી વિસ્તારમાં આવેલ ખાનગી સારથિ વિદ્યા સંકુલ શાળાનો ત્રીજા માળનો આખો ડોમ ઉડીને સાગવાડીની સોસાયટી પર અલગ-અલગ મકાનો પર પડ્યો હતો. અનેક મકાનોને થયું મોટું નુકસાન, ભારે વરસાદને લઈ શહેરમાં કાળિયાબીડનાં સાગવાડી વિસ્તારમાં અનેક વૃક્ષો ધરાશાયી થયા અને પતરા ઉડ્યા, હવામાન વિભાગની આગાહીના પગલે ભાવનગર શહેર તેમજ જિલ્લામાં ભારે પવન તેમજ વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં શહેરના સાગવાડી વિસ્તારમાં એક મોટું વૃક્ષ ધરાસાહી થયું હતું. તેમજ ભારે પવન ના કારણે સાગવાડી વિસ્તારમાં આવેલ ખાનગી સારથિ વિદ્યા સંકુલ શાળાનો ત્રીજા માળનો આખો ડોમ ઉડીને સાગવાડીની સોસાયટી પર અલગ-અલગ મકાનો પર પડ્યો હતો આ ડોમ સાથે ઇલેટ્રીક પંખાઓ પણ સાથે સોસાયટીમાં આવેલ ઇલેટ્રીક લાઈનો પર ઉડી લટકતા જોવા મળ્યા, તેમજ આ વિસ્તારમાં અનેક મકાનો પર ડોમ પડવા થી મકાનો પર લગાવામાં આવેલ સોલાર પેનલો તૂટી જતા લોકોને ભારે નુકશાન થવા પામ્યું છે ત્યારે આ ઘટનાને લઈ આ વિસ્તારમાં છેલ્લા 4 કલાકથી વીજ પુરવઠો ખોરવાયો જવા પામ્યો હતો. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી.
હાલ મહાનગરપાલિકાની દબાણ હટાવ વિભાગની ટીમ દ્વારા સોસાયટીમાં ઉડીને આવેલ ડોમના પતરા હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે સ્થાનિકોનું કહેવું છે કે શું આ સોસાયટી પાછળ આવેલ સારથિ વિદ્યા સંકુલ સ્કૂલમાં ત્રીજા માળે લગાવવામાં આવેલ ડોમની પરમીશન હતી કે કેમ ? સોસાયટીનાં મકાનોમાં થયેલ નુકસાન ની જવાબદારી કોની ? હાલ તો સોસાયટીનાં સ્થાનિકો આ બાબતને લઈ પોલીસ ફરિયાદ કરવા નિલમબાગ પોલીસ સ્ટેશન પહોંચ્યા છે ત્યારે શું આ ઘટનામાં કોઈ જાનહાની થઈ હોય તો જવાબદાર કોણ ? શું સારથિ વિદ્યા સંકુલ સ્કૂલને ત્રીજા માળ માટે તંત્ર કોઈ પરમીશન આપી છે કે કેમ ? આ શાળા પર તંત્ર કડક કાર્યવાહી કરશે કે પછી ભીનું સંકેલાઈ જશે તે સમય બતાવશે

