Site icon hindtv.in

સાગબારા અને ઉમરપાડાના પડતર પ્રશ્નો અંગે થઈ ચર્ચા

સાગબારા અને ઉમરપાડાના પડતર પ્રશ્નો અંગે થઈ ચર્ચા
Spread the love

સાગબારા અને ઉમરપાડાના પડતર પ્રશ્નો અંગે થઈ ચર્ચા
નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં સવારે 8 વાગ્યે મહત્વની બેઠક
વનમંત્રી, આદિજાતિ મંત્રી સહિત ટ્રાઇબલ વિસ્તારના ધારાસભ્યો રહ્યા હાજર

ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આદિજાતિના વિવિધ પ્રશ્નો અને ખાસ કરીને સાગબારા જમીન ખેડાણ વિવાદને ઉકેલવા માટે એક મહત્વપૂર્ણ ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યના નાગરિકોના હિતોને ધ્યાનમાં રાખીને સઘન ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી

સાગબારા અને ઉમરપાડાના જંગલ જમીન વિવાદ તથા આદિજાતિના પડતર પ્રશ્નોના ઉકેલ માટે ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ છે. આ બેઠક બાદ પ્રમુખ આગેવાન નરેશભાઈ પટેલે નિવેદન આપતા સ્પષ્ટ કર્યું હતું કે સરકાર કે સમિતિ દ્વારા સાચા હકદારોને જમીન આપવાની ક્યારેય ના પાડવામાં આવી નથી, પરંતુ જમીન મેળવવા માટેના ખોટા દાવાઓ સરકાર અને તંત્ર માટે મુસીબત ઊભી કરે છે. તેમણે આશ્વાસન આપ્યું હતું કે પ્રક્રિયાને પારદર્શક રાખીને માત્ર સાચા અને પાત્રતા ધરાવતા લોકોને જ જમીનના હક આપવામાં આવશે.

સાગબારાના ઈસમો દ્વારા ઉમરપાડા (વડગામ) વિસ્તારમાં જંગલની જમીન ઉપર અતિક્રમણ અને ખેડાણ કરવાનો વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે ઉમરપાડાના સ્થાનિક પશુપાલકો અને ખેડૂતો દ્વારા આ જમીન હડપવાના પ્રયાસ સામે આંદોલન અને આવેદનપત્ર આપવામાં આવ્યા છે અને ઘરણા પ્રદર્શન ચાલી રહ્યું છે જેનો આજે 19 મોં દિવસ છે ત્યારે હજુ સુધી આ મુદ્દે નિરાકરણ આવ્યું નથી….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version