દાહોદમાં ભરચક વિસ્તારમાં ધોળે દિવસે ચોરી
આચાર્યની બૂલેટ પરથી રૂ. 1 લાખ ભરેલી બેગ લઈ ગઠિયો ફરાર
આચાર્ય ઇશ્વર રાઠોડે લુંટ ને લઇ ફરિયાદ નોંધાવી
સીસીટીવીના આધારે પોલીસે તપાસ શરૂ કરી
દાહોદ માં નગરપાલિકા ચોક માં ભરચક વિસ્તારમાં ધોળે દિવસે ચોરી આચાર્યની બૂલેટ પરથી રૂ. 1 લાખ ભરેલી બેગ લઈ ગઠિયો ફરાર, પોલીસે તપાસ શરૂ કરી
દાહોદ શહેરના ભરચક નગરપાલિકા ચોકમાં ધોળા દિવસે એક ચોંકાવનારી ચોરીની ઘટના બની છે. વડવા પ્રાથમિક શાળાના આચાર્ય ઇશ્વર રાઠોડ પાસેથી એક અજાણ્યા યુવકે રૂ. 1 લાખની રોકડ ભરેલી બેગ ઉઠાવી લીધી છે. આ ઘટનાએ શહેરમાં ખળભળાટ મચાવી દીધો છે. મળતી માહિતી મુજબ તહેવારોની સીઝનને ધ્યાનમાં રાખીને ઇશ્વરભાઈએ બેંકમાંથી રૂ. 1 લાખની રોકડ ઉપાડી હતી. તેઓ બૂલેટ લઈ ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન નગરપાલિકા ચોક પર ટ્રાફિકની ભીડમાં તેમણે બૂલેટ ધીમી કરી હતી.આ સમયે એક ગઠિયાએ તકનો લાભ લઈને તેમની બૂલેટની પાછળ બાંધેલી બેગ ઝૂંટવી લીધી અને ભાગી ગયો હતો. આ બનાવ ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં બપોરના સમયે બની હતી. આ ઘટનાથી સ્થાનિકોમાં ભય અને આશ્ચર્યનો માહોલ ફેલાયો છે.ફરિયાદી આચાર્ય ઇશ્વર રાઠોડ સાથે બનેલી આ ઘટનાએ દાહોદ પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા કર્યા છે. શહેરના સૌથી વ્યસ્ત વિસ્તારમાં આવી ચોરીની ઘટનાથી નાગરિકોમાં અસુરક્ષાની લાગણી વધી છે. ગઠિયો બિન્દાસ પણે ખુલ્લેઆમ લૂંટ કરી ભાગતો સીસીટીવી માં નજરે પડે છે પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી છે. આસપાસના સીસીટીવી ફૂટેજની મદદથી ચોરની શોધખોળ ચાલુ કરી છે. આ ઘટનાએ શહેરમાં સુરક્ષાની ખામીઓ ઉજાગર કરી છે. સ્થાનિકોમાં આ ઘટનાને લઈને ચર્ચાઓ ચાલુ છે. પોલીસ તપાસના પરિણામની રાહ જોવાઈ રહી છે

