Site icon hindtv.in

નડિયાદમાં 1 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો

નડિયાદમાં 1 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો
Spread the love

નડિયાદમાં 1 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો
સિરપ કાંડના આરોપીના ઘરમાંથી રોકડ અને દાગીનાની ચોરી
સીસીટીવી અને ટેકનિકલ સર્વિલન્સની મદદથી 4 આરોપીની ધરપકડ.
આરોપીઓ પાસેથી 23. 35 લાખનો મુદ્દામાલ રિકવર કરાયો

નડિયાદમાં એક સપ્તાહ અગાઉ મોટી ઘરફોડ ચોરી થઈ હતી. સિરપ કાંડના મુખ્ય આરોપીના ઘરે તસ્કરોએ ઘરમાં ઘૂસી સોના-ચાદીના દાગીના અને રોકડ રૂપિયા 80 લાખ મળી કુલ રૂપિયા 1 કરોડ 2 લાખ 64 હજાર 500ની ચોરી કરી ફરાર થયા હતા. જોકે પોલીસે ઘટનાના એક સપ્તાહના સમયમાં જ ચોરીનો ભેદ ઉકેલી દીધો છે અને આ તસ્કરોને ઝડપી લીધા છે.

નડિયાદમાં ગતરાત્રે મોટી ઘરફોડ ચોરીના બનાવે ભારે ચકચાર જગાવી છે. બિલોદરા નશીલા શીરીપ કાંડમાં હાલમાં જેલમાં બંધ આરોપીના ઘરે તસ્કરોએ પ્રવેશી ઘરમા ચોરીને અંજામ આપ્યો છે. મહિલાએ પુત્રને ઓસ્ટ્રેલિયા મોકલવા અને પતિના કેસમાં રૂપિયાની જરૂર પડે એવી સ્થિતિ હોવાથી મોટી રકમ ઘરમાં રાખી હતી જે તસ્કરો ચોરી કરી લઇ ગયા છે. મહિલા અને તેમના સંતાનો લગ્ન માણવા મકાન બંધ કરી ગયા તે સમયે જ તસ્કરોએ ખેલ પાડી મોટી ચોરીને અંજામ આપ્યો છે. જોકે આ સમગ્ર ચોરીની ઘટના ઘરમાં લાગેલા સીસીટીવીમા કેદ થઈ ગઈ છે. આ બનાવમાં તસ્કરો રોકડ રકમ રૂપિયા 80 લાખ સાથે સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 1 કરોડ બે લાખ 64 હજાર 500ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થયા હતા. જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયાએ જણાવ્યું હતું કે પકડાયેલા આરોપીઓની પ્રાથમિક પુછપરછમાં નડિયાદના રમેશ ડોડીયાએ ટીપ્સ આપી હતી બનાવના દિવસે આ રમેશ ડોડીયાએ લગ્ન બહાર વોચ રાખી હતી. અને એ સમયગાળામાં સમીરની રીક્ષા લઈને તમામે ચોરી કરી હતી.

પોલીસે 598.68 ગ્રામ સોનુ અને 591.03 ગ્રામ ચાંદી તેમજ રોકડ રૂપિયા 22.35 લાખ રીકવર કરવામાં સફળતા મળી છે. પોલીસે તમામ આરોપીઓના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. આ ઘરફોડ ચોરીને અંજામ આપતો નવઘણ તળપદા પોતે રાજ્ય અને રાજ્યની બહાર 23થી વધુ મોટી ઘરફોડ ચોરીનો ઈતિહાસ ધરાવે છે જ્યારે અન્ય આરોપીઓ પ્રોહીબીશનના કેસમાં ગુનાઓ નોધાયેલા છે, આ કેસમાં નવઘણ પુજા તળપદા અને અન્ય તેના સાગરીતો વિષ્ણુ મફત તળપદા – સમીર મોંઘા તળપદા અને રમેશ પોપટ ડોડીયાને ઝડપી લેવાયા હતા. આ ઉપરાંત આ કેસામ હજુ એક આરોપી વિષ્ણુ પુજા તળપદા વોન્ટેડ છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

 

Exit mobile version