Site icon hindtv.in

સુરતમાં રીક્ષામાં મુસાફરોને બેસાડી ચોરી

સુરતમાં રીક્ષામાં મુસાફરોને બેસાડી ચોરી
Spread the love

સુરતમાં રીક્ષામાં મુસાફરોને બેસાડી ચોરી
ખિસ્સામાંથી રોકડ તથા દાગીના સહિતની કિંમતી વસ્તુઓની ચોરી
ઈરફાન શેખ, સફિયોદ્દીન શેખ, ઈરફાન શેખ અને સદ્દામ શેખ ઝડપાયા

રીક્ષામાં મુસાફરોને બેસાડી તેઓના ખિસ્સામાંથી રોકડ તથા દાગીના સહિતની કિંમતી વસ્તુઓની ચોરી કરનાર રીઢાઓને ઈચ્છાપોર પોલીસે ઝડપી પાડી કાયદાનુ ભાન કરાવ્યુ હતું.

સુરતમાં છેલ્લા કેટલાક સમયથી રીક્ષામાં મુસાફરોના ખિસ્સા હળવા કરતી ટોળકીનો આતંક સામે આવી રહ્યો છે ત્યારે સુરતની ઈચ્છાપોર પોલીસે આવી જ એક ટોળકીને ઝડપી પાડી હતી. સુરતની ઈચ્છાપોર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સર્વેલન્સ સ્ટાફે મળેલી બાતમીના આધારે રીક્ષામાં મુસાફરોને બેસાડી તેઓના ખિસ્સા હળવા કરતી ટોળકીના ચાર રીઢાઓ ઈરફાન શેખ, સફિયોદ્દીન શેખ, ઈરફાન શેખ અને સદ્દામ શેખને ઝડપી પાડી તેઓ પાસેથી રોકડા રૂપિયા તથા રીક્ષા મળી 95 હજારનો મુદ્દામાલ કબ્જે કરી તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version