Site icon hindtv.in

સુરતના રાંદેર રોડ પર 48 મકાનો બહાર મૂકેલા બુટની ચોરી

સુરતના રાંદેર રોડ પર 48 મકાનો બહાર મૂકેલા બુટની ચોરી
Spread the love

સુરતના રાંદેર રોડ પર 48 મકાનો બહાર મૂકેલા બુટની ચોરી
નવયુગ કોલેજ પાસે જિલ્લા પંચાયત સોસાયટીમાં બની ઘટના
સવારે સોસાયટીના રહીશો દુધ લેવા નીકળ્યા અને ચોર કળા કરી ગયો

સુરતના રાંદેર રોડ પર આવેલ નવયુગ કોલેજ પાસે જિલ્લા પંચાયત સોસાયટીમાં 48 મકાનો બહાર મૂકેલા બુટ ચોરાયા હોવાની ઘટના સામે આવી છે.

સુરતના રાંદેર નવયુગ કોલેજ પાસે જિલ્લા પંચાયત સોસાયટી આવેલી છે. 60 જેટલા ઘરની આ સોસાયટીમાં તા.9 મીની મોડી રાત્રે આશરે અઢી વાગ્યાના અરસામાં આ સોસાયટીના પાછળના ભાગે આવેલી વાડ કૂદીને એક ચોર ઘુસ્યો હતો. અને મકાનમાં મુકેલા શૂ- કેસ ખોલીને અંદરથી બુટ-ચપલ ચોરી ગયો હતો. આશરે અકાદ કલાકમાં ચોરે બે કોથળા ભરીને બુટ-ચપલની ચોરી કરી નાસી ગયો હતો. સવારે જ્યારે સોસાયટીના રહીશો દુધ લેવા માટે નીકળ્યા ત્યારે તેમને ચોરીની જાણ થઇ હતી. થોડીવારમાં સોસાયટીના રહશો એકઠા થઇ ગયા હતા અને સીસીટીવી કેમેરાના ફુટેજ ચેક કરતા ચોરી થયાનું ખબર પડી હતી. જેને લઈ રહિશોમાં ચકચાર મચી ગઈ હતી.

Exit mobile version