Site icon hindtv.in

સુરતના મહિધરપુરામાં ચોરીની ઘટના બની

સુરતના મહિધરપુરામાં ચોરીની ઘટના બની
Spread the love

સુરતના મહિધરપુરામાં ચોરીની ઘટના બની
પોલીસે ચોરી કરનાર ઇસમને સાથે મુદામાલ કબ્જે કર્યો
પોલીસે આરોપી રફિક ઉંમર લીંબુવાલાને ઝડપી પાડ્યો

સુરતના મહિધરપુરા પોલીસે અઠવાડિયા પહેલા રાત્રે દરમિયાન મહિધરપુરા બુંદેલા વાળ ભાગળ ખાતે લેસ પટ્ટાની દુકાનમાંથી રોકડા રૂપિયાની ઘરફોડ ચોરી કરનાર ઇસમને મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી પોલીસે કરી છે.

આ અંગે મહીધરપુરા પોલીસે જણાવ્યું હતું કે મહિધરપુરા પોલીસ મથક વિસ્તારમાં બુંદેલાવાળ ભાગળ ખાતે ફકરૂદ્દીન લેસ વાળાની દુકાનમાંથી ચોરીની ઘટના બની હતી 10,000 ની ચોરી કરી આરોપી ફરાર થઈ ગયો હતો જેથી પોલીસે બાતમીના આધારે મહીધરપુરા પટેલ વાળી ચાર રસ્તા પાસેથી આરોપી રફિક ઉંમર લીંબુવાલાને ઝડપી પાડ્યો હતો. પોલીસે મહમદ રફીક મોહમ્મદ ઉંમર લીંબુ વાલા પાસેથી ચોરીનો મુદ્દામાલ રિકવર કર્યો છે પકડાયેલ આરોપી વિરુદ્ધ લાલગેટ પોલીસ મથકમાં અગાઉ ગુનો નોંધાયેલો હતો.

Exit mobile version