લીંબડીમા નેશનલ હાઇવે સર્કલ પાસે ચોરી
ત્રણ લોકો પબ્લિક દ્વારા ઝડપાયા
એક મહિલા અને એક યુવાન નાસી છૂટયા હતા
લીંબડીમા હમણાં ચોરીના બનાવો થંભ્યા હતાં ત્યારે લીંબડી નેશનલ હાઇવે સર્કલ પાસે ચોરીના આક્ષેપ સાથે ત્રણ લોકોને પબ્લિક દ્વારા ઝડપાયા હતા જેમાં એક મહિલા અને એક યુવાન નાસી છૂટયા હતા
લીંબડી નેશનલ હાઇવે સર્કલના બ્રિજ નીચે અવારનવાર મારામારીના બનાવો બને છે કેમ કે બ્રિજની નીચે કચરો વિણવા વાળા તેમજ મંજુરી કરનારા લોકો વસી રહ્યાં છે પણ કોની પરમીશનથી રહે છે કે ક્યાંના છે પરપ્રાંતિય છે તે ખબર નથી ત્યારે સાંજ સમયે હાઈવે પર આવેલ દુકાનો તેમજ ગેરેજમાથી ચોરી કરતા હોવાનું પબ્લિકને જણાતાં એક મહિલા સહિત બે યુવાનોને પબ્લિક દ્વારા ઝડપી પાડયા હતાં ત્યારે આ પૈકીથી મહિલા દ્વારા ખુબજ ગંદો અને ખોટો આક્ષેપ એક વ્યક્તિ ઉપર લગાવ્યો હતો કે આ વ્યક્તિએ મારી છેડતી કરી હતી અને મારી સાથે જબરદસ્તી કરી હતી જેવું મહિલા આ ટોળામાં બુબરડા પાડતી હતી અને કહેવત છે ને કે ચોરી ઉપરથી છીનાચોરી ત્યારે પબ્લિક પણ પાછી ના પડી ત્યારે એક ગેરેજમાં લગાવેલ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા અને આ સીસીટીવી ફૂટેજ આ આક્ષેપ કરતી મહિલાને દેખાડતાં મહિલાનો ચોરીનો ભાંડો ફૂટયો હતો અને મહિલા પાણી પાણી થઈ ચુકી હતી અને આ મહિલા એક જ શબ્દો પકડી રાખ્યો હતો કે હું પોલીસ સ્ટેશન જાઉં છું એમ કરી મહિલા ક્યાંથી નાસી છૂટી હતી અને એ પહેલા એક યુવાન પણ નાસી છૂટયો હતો પરંતુ આ ત્રણે પૈકી એક યુવાન હાથમાં આવી ગયો હતો 112 ને એટલે કે પોલીસને જાણ કરતા પોલીસની 112 વાન સ્થળ ઉપર આવી જતી હતી અને આ યુવાનને પકડી અને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો આ બાબતે પોલીસને પબ્લિક દ્વારા સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી તેમજ સીસીટીવી માં કેપ્ચર થયેલ ફુટેજ પણ પોલીસને હવાલે કરવામાં આવી હતી આ બાબતે અરજી કરવામાં આવી હતી જોવાનું એ રહ્યું કે શું પોલીસ આ બાબતે તપાસ કરી અને નાસી છુટેલ મહિલા અને યુવાન પકડી પાડશે ખરી ? તેમજ બ્રિજ નીચે રહેતા આવા પરપ્રાંતિય તેમજ જે અન્ય લોકો રહેશે તેને પુછપરછ કરશે ખરી ?, તેમજ આ નાસી છુટેલ મહિલા અને યુવાન પકડાયા બાદ તપાસમાં લીંબડીમાં થયેલી અન્ય ચોરીનું પગેરું મળશે ખરૂ આવા અનેકો સવાલો પબ્લિકના મનમાં વહેતા થયા છે કેમ કે ભુતકાળમાં લીંબડીમાં અનેકો જગ્યાએથી મોબાઈલ, ટુ વ્હીલર, ઘરફોડી, ખિસ્સા કપાયાના બનાવો બની ચુકેલ છે ત્યારે તો હાલ પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે પણ આ એક્શન મોડ રિવેકશન મોડ બનશે ખરો આ એક જાણવા જેવો પ્રશ્ન છે..

