Site icon hindtv.in

જમનાકુંડ વિસ્તારમાં મકાનમાં ચોરી

ભાવનગર જમનાકુંડ વિસ્તારમાં મકાનમાં ચોરી
Spread the love

જમનાકુંડ વિસ્તારમાં મકાનમાં ચોરી
તસ્કરોએ મકાનમાંથી રોકડ અને દાગીનાની ચોરી કરી
લગ્નમાં મળેલા દાગીના સહિત બચતની રોકડ પર હાથ સાફ
કુલ ₹65,000નો મુદ્દામાલ ચોરી થયો

ભાવનગર શહેરના જમનાકુંડ વિસ્તારમાં રહેતા એક ગેરેજ ધારક ના મકાનમાંથી કોઈ અજાણ્યા દાગીના તથા રોકડા રૂપિયા 40 હજાર મળી કુલ રૂપિયા 65000/-ના મુદ્દામાલની ચોરી થતાં મકાન માલિકે આ અંગે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

સમગ્ર બનાવવા અંગે જાણવા મળતી વિગતો અનુસાર શહેરના જમનાકુંડ વિસ્તારમાં ઈબ્રાહીમ મસ્જિદ પાછળ મફતનગરમાં એક નંબર એકમાં રહેતા અને ઓટો ગેરેજ ધરાવતા અશોક ફતેખાન પઠાણ ઉંમર વર્ષ 55 એ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તેઓ ચાર મહિના પહેલા ક્યાંક બહારગામ ગયા હોય એ દરમિયાન કોઈ અજાણ્યા શખ્સોએ બંધ મકાનમાં પ્રવેશી ફરિયાદી આધેડને લગ્નમાં મળેલ સોના-ચાંદીના દાગીના તથા ધંધામાં બચત કરેલ રોકડ રકમ 40,000/-મળી કુલ રૂપિયા 65,000/-ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા તાજેતરમાં ફરિયાદી ની પત્ની ને આર્થિક જરૂરિયાત ઉભી થતાં ફરિયાદી આધેડ કબાટમાં રાખેલ રોકડ રકમ લેવા જતા રૂપિયા ન મળી આવતા આ અંગે વધુ તપાસ હાથ ધરતા કબાટમાં રાખેલ સોના ચાંદીના દાગીના પણ ગુમ હોય આથી રોકડ, તથા દાગીના મળી કુલ રૂપિયા 65,000/-ના મુદ્દામાલની ચોરી થયાની સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી….

Exit mobile version