સુરતમાં કિરાણા સ્ટોરમાંથી ચોરી કરનાર ઝડપાયો
રાંદેર પોલીસે ચોરને ઝડપી પાડી મુદ્દામાલ કબ્જે કર્યો
પોલીસે અમિત શ્રીરામ નિશાદને ઝડપી પાડ્યો હતો
સુરતની રાંદેર પોલીસે કિરાણા સ્ટોરમાં થી ચોરી કરી ભાગી છુટેલા રીઢા ચોરને ઝડપી પાડી મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સુરતમાં ચોરીની વધી રહેલી ઘટનાઓ વચ્ચે રાંદેર પોલીસની ટીમે બાતમીના આધારે રાંદેર વિસ્તારમાં આવેલ કિરાણા સ્ટોરમાં ચોરી કરી ભાગી છુટેલા રીઢા ઘરફોડ ચોર એવા મુળ ઉત્તર પ્રદેશનો અને હાલ પાલનપુર જકાતનાકા ખાતે રહેતા અમિત શ્રીરામ નિશાદને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી ચોરાયેલ મુદ્દામાલ કબ્જે લઈ તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

