Site icon hindtv.in

સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીમાં ચોરી

સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીમાં  ચોરી
Spread the love

સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીમાં ચોરી
પરિક્ષામાં વિદ્યાર્થીની એઆઈથી એટલે કે ચેટજીપીટી જેમિનીથી ચોરી કરી
આવી ગેરરીતિ અટકાવવા માટે યુનિવર્સિટીને ગાઇડલાઇન આપી

સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીમાં ચાલી રહેલી પરિક્ષામાં એક વિદ્યાર્થીની એઆઈથી એટલે કે ચેટજીપીટી જેમિનીથી ચોરી કરતા પકડાઈ છે.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થવા માટે એઆઇ ટૂલ્સ અને હાઈટેક ગેજેટ્સનો ઉપયોગ કરતા પકડાયા છે. કોમ્પ્યુટર સાયન્સની એક પરીક્ષામાં વિદ્યાર્થિનીએ કોડિંગ માટે એઆઈનો ઉપયોગ કર્યો હતો, જોકે તે પકડાઈ ગઈ હતી. કોમ્પ્યુટર સાયન્સ અને આઇટી ફેકલ્ટીના વિદ્યાર્થીઓ ચેટજીપીટી, જેમીની જેવા એઆઇ પ્લેટફોર્મ્સથી લાઇવ જવાબ મેળવીને લખી રહ્યા છે. પરીક્ષાની આવી ગેરરીતિ અટકાવવા માટે યુનિવર્સિટીને એક ગાઇડલાઇન આપી છે.

 

Exit mobile version