Site icon hindtv.in

ઔદ્યોગિક નગરી વાપીમાં તસ્કરો બેખૌફ બનતા ટ્રાન્સપોર્ટ કંપનીના ગોડાઉનમાં ચોરી

ઔદ્યોગિક નગરી વાપીમાં તસ્કરો બેખૌફ બનતા ટ્રાન્સપોર્ટ કંપનીના ગોડાઉનમાં ચોરી
Spread the love

ઔદ્યોગિક નગરી વાપીમાં તસ્કરો બેખૌફ બનતા ટ્રાન્સપોર્ટ કંપનીના ગોડાઉનમાં ચોરી
3 તસ્કરોએ મચાવ્યો તરખાટ 14 લાખથી વધુની ચોરીનો નોંધાયો ગુનો
CCTV ફૂટેજને આધારે પોલીસે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા

વાપી સલવાવ સ્થિત એક ટ્રાન્સપોર્ટની ઓફિસમાં બાથરૂમમાંથી પ્રવેશી તસ્કરો તિજોરી ચોરી ગયા હતા. જેમાંથી 16 લાખની ચોરી કરી તિજોરી બહાર ફેંકી ગયા હતા. પોલીસ તપાસમાં ત્રણ ઇસમો કેમેરામાં કેદ થતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

વાપી સલવાવ ખાતે આવેલ જય પી ઇન્ડિયા નામની ટ્રાન્સપોર્ટની ઓફિસમાં ચોરીનો બનાવ બન્યો છે. સોમવારે રાત્રિ દરમિયાન તસ્કરો પહેલા માળે આવેલ બાથરૂમમાંથી ટ્રાન્સપોર્ટની ઓફિસમાં ઘૂસી ગયા હતા. જ્યાં મૂકેલ તિજોરીની ચોરી કરી તેઓ ફરાર થઇ ગયા હતા. જે બાદ બહાર તિજોરીને કટરથી કાપી તેમાંથી 16 લાખ રૂપિયા રોકડાની ચોરી કરી તિજોરી ત્યાં જ ફેકી તેઓ ફરાર થઇ ગયા હતા. બનાવની જાણ સંચાલકોને મંગળવારે સવારે થતા પોલીસને જાણ કરાઇ હતી. જે બાદ ડુંગરા પોલીસ, એસઓજી, એલસીબીની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી. તપાસમાં ત્રણ બુકાનીધારી સીસીટીવીમાં કેદ થયા છે. ફૂટેજ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. રેકી કરી ચોરી કર્યા હોવાનું અનુમાન છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version