Site icon hindtv.in

સુરતના અડાજણમાં જવેલર્સ દુકાનમાં ચોરી

સુરતના અડાજણમાં જવેલર્સ દુકાનમાં ચોરી
Spread the love

સુરતના અડાજણમાં જવેલર્સ દુકાનમાં ચોરી
પલમોનાઝ જ્વેલર્સની દુકાનમાં વહેલી સવારે ચોરી
ક્રાઈમ બ્રાન્ચનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો

સુરતના અડાજણ વિસ્તારમાં પલમોનાઝ જ્વેલર્સની દુકાનમાં વહેલી સવારે ચોરી થઈ હોવાની ઘટનાની જાણ થતાં અડાજણ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

સુરતના અડાજણ વિસ્તારમાં વહેલી સવારે જ્વેલર્સની દુકાનમાં ચોરી થતાં ચકચાર મચી ગઈ છે. અડાજણની પલમોનાઝ જ્વેલર્સની દુકાનમાં ચોરીની ઘટના સામે આવતા અડાજણ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. તો જ્વેલર્સની દુકાનમાં ચોરીનો હોવાથી ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઈ છે. હાલ પોલીસે ઘટનાસ્થળની તપાસ શરૂ કરી છે અને ચોરી કેવી રીતે કરવામાં આવી તથા કેટલો મુદ્દામાલ ચોરાયો તે અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આરોપી સુધી પહોંચવા માટે પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. સાથે જ જ્વેલર્સના સ્ટાફની પણ પોલીસ દ્વારા પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

Exit mobile version