Site icon hindtv.in

સુરતમાં મિત્રો દ્વારા જ યુવકની જાહેરમાં હત્યા

સુરતમાં મિત્રો દ્વારા જ યુવકની જાહેરમાં હત્યા
Spread the love

સુરતમાં મિત્રો દ્વારા જ યુવકની જાહેરમાં હત્યા
કતારગામમાં મિત્રોએ જ 21 વર્ષીય અલ્પેશની બોથડ
પદાર્થ મારીને હત્યા કરી, ત્રણ આરોપીની અટકાયત

સુરતના કતારગામ પોલીસ મથક વિસ્તારમાં અમરોલી ચેકપોસ્ટ પાસે યુવાનની હત્યા કરનાર બે કિશોર સહિત ત્રણ હત્યારાઓને કતારગામ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા અમરોલી ચેકપોસ્ટ પાસે ચોંકાવનારી ઘટના બની હતી. જેમાં એક યુવાનની હત્યા કરાઈ હતી. અલ્પેશ ચૌહાણ નામના યુવાનની સુરજસિંહ વઢેરા સહિત બે કિશોરોએ સાથે મળી હત્યા કરી હતી જે ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી. જેને લઈ કતારગામ પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હત્યારાઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા તો ઝડપાયેલા આરોપીઓએ એવી કબુલાત કરી હતી કે તેઓનો અગાઉથી ઝઘડો ચાલતો હતો અને તેની અદાવતમાં હત્યા કરી હતી. હાલ તો આ અંગે ડીસીપી ઝોન થ્રી દ્વારા વધુ માહિતી અપાઈ હતી.

Exit mobile version