Site icon hindtv.in

સરટી હોસ્પિટલમાં નર્સીગ સ્ટાફની બેદરકારીને પગલે યુવાનનો જીવ ગયો

સરટી હોસ્પિટલમાં નર્સીગ સ્ટાફની બેદરકારીને પગલે યુવાનનો જીવ ગયો
Spread the love

સરટી હોસ્પિટલમાં નર્સીગ સ્ટાફની બેદરકારીને પગલે યુવાનનો જીવ ગયો
નર્સએ વેન્ટીલેટર હટાવી લેતા યુવાનનું મોત થયું
મૃતકના પરીજનોનો ગંભીર આક્ષેપ

અમરેલી શહેરમાં રહેતા એક યુવાનને ધોલેરાના બાવળયાળી નજીક અકસ્માત નડ્યો હતો અને તેને સારવાર અર્થે ભાવનગર સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં નર્સિંગ સ્ટાફ ની બેદરકારીના કારણે આ યુવાનનું મૃત્યુ થયું હોવાનો ગંભીર આક્ષેપ મૃતક યુવાનના પરિવાર એ કરતા વિવાદથી ખદબદલી અને ખરડાયેલી સર્ટી હોસ્પિટલ ફરી એક વખત ચર્ચાના એરણે ચડી છે.

સૌરાષ્ટ્રમાં સૌથી મોટી સરકારી હોસ્પિટલ ધરાવતી ભાવનગરની સરટી હોસ્પિટલ દરરોજ કઈને કઈ નાના મોટા વિવાદોમાં ચર્ચામાં રહે છે ખાસ કરીને આ હોસ્પિટલમાં ફરજ બજાવતો તબીબી સ્ટાફ તથા નર્સિંગ સ્ટાફ ના વર્તન અને બેદરકારી-બે જવાબદારી પૂર્વકના વર્તન અને ફરજના કારણે હંમેશા ચર્ચામાં રહે છે ત્યારે ફરી એક વખત નર્સિંગ સ્ટાફની અક્ષમ્ય બેદરકારીના કારણે એક નવયુવાને જિંદગીથી હાથ ધોવાનો વારો આવ્યો છે આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ અમરેલી શહેરના વતની અને હાલમાં રાજુલા તાલુકાના ડુંગર ગામે હવેલીમાં રહી મુખીયાજી તરીકે સેવા પૂજા કરતો નીરજ અનિલભાઈ વ્યાસ ઉંમર વર્ષ 22 તાજેતરમાં બાઈક લઈને સુરત ખાતે નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા માટે ગયો હતો અને ત્યાંથી બાઇક લઈને પરત ડુંગર ગામ તરફ આવી રહ્યો હતો ત્યારે ધોલેરા નજીક આવેલ બાવળીયાળી ગામ પાસે એક ટ્રક ચાલકે બાઈક સવાર નીરજને અડફેટે લેતા ગંભીર ઈજા સાથે સારવાર અર્થે ભાવનગર સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં આઇસીયુ વોર્ડમાં નીરજની સારવાર ચાલી રહી હતી આજે સવારે ઇજાગ્રસ્ત નીરજનો કાર્ડીયોગ્રામ કાઢવાનો હોય એ દરમિયાન નર્સિંગ સ્ટાફ દ્વારા નીરજના શરીર પરથી વેન્ટિલેટર હટાવી દેવામાં આવ્યું હતું અને તપાસ કામગીરી પૂર્ણ થયા બાદ પુનઃ વેન્ટિલેટર સેટ કરવામાં આવ્યું ન હતું જેને પગલે નીરજ નું મૃત્યુ થયું હતું

આ બનાવની જાણ સિનિયર ડોક્ટરોને થતા તેઓ નીરજ પાસે દોડી આવ્યા હતા અને તપાસીને મૃત જાહેર કર્યો હતો એ સાથે ગંભીર બેદરકારી દાખવનાર નર્સ પર થોડીવાર માટે તાડુક્યા હતા અને તેને બચાવવા માટે માસ્ક પહેરાવી પાછલા દરવાજેથી રવાના કરી દેવામાં આવી હતી આ વાતની જાણ મૃતકના ભાઈઓ તથા પરિવારને થતા તેમણે આ વાતનો વિરોધ કર્યો હતો અને અક્ષમ્ય બેદરકારી દાખવનાર નર્સ વિરુદ્ધ પગલા લેવાની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો હતો આ બનાવને પગલે ભારે ચકચાર મચી જવા પામી છે અને સર્ટી હોસ્પિટલમાં તબીબો સાથે નર્સિંગ સ્ટાફ દર્દીઓની સારવારમાં ગંભીર બેદરકારી દાખવતા હોવાનું ફરી એક વખત પુરવાર થયું છે.

Exit mobile version