સુરતના ગોરાટ રોડ પર રાજહંસ યુનિકા વિવાદ પર મહિલા મંડળનો વિરોધ
રાજહંસ યુનિકાના વિરોધમાં મહિલા મંડળે કલેકટરને રજુઆત કરી
ગુજરાતમાં અશાંતધારાના કાયદો બનાવ્યો હોવા છતા સુરતમાં તેનુ ઉલ્લંઘન કરાઈ રહ્યુ હોય તેમ લાગી રહ્યુ છે. ત્યારે સુરતમાં અડાજણ ગોરાટ રોડ પર બનાવાયેલ રાજહંસ યુનિકાના વિરોધમાં શ્રી ગોરાટ હનુમાન મહિલા મંડળ દ્વારા કલેકટરને આવેદન પત્ર આપી રજુઆત કરાઈ હતી.
શ્રી ગોરાટ હનુમાન મહિલા મંડળ દ્વારા સુરત કલેકટરને આવેદન પત્ર આપી જણાવાયુ હતું કે ગુજરાત અશાંતધારાના અધિનિયમ 1991 ના એક્ટના ઉલ્લંઘન કરી સિધ્ધાંતો અને હેતુઓના ઉલ્લંઘન કરી યોજાતી સુનાવણીની તાત્કાલિક રદબાતલ કરવાની માંગ સાથે કલેકટર વતી ગુજરાત રાજ્યના મહેસુલ વિભાગના અગ્રસચિવને રજુઆત કરી હતી અને જણાવાયુ હતું કે અડાજણ ગોરાટ રોડ પર ચોક્કસ સમુદાયોને વસવાટ કરાવવા અને વર્ષોથી વસવાટ કરતી સ્થાવર મીલ્કતદારો હિન્દુ પ્રજાને પ્રસ્થાન અને ધ્રુવીકરણ કરાવવાનો સુનિયોજીત કાર્ય સુરત ઉત્તર અડાજણના નાયબ કલેકટર કચેરી દ્વારા થતી હોય જેથી ગરાટ રોડ પર બનેલ રાજહંસ યુનિકાનો અશાંથધારાના પ્રસ્થાપિત કાયદાઓ અને હેતુઓને ધ્યાને લઈ તાત્કાલિક સ્તરે અરજો રદબાતલ કરવા હુકમ કરવા માંગ કરી હતી.
