નવસારી જિલ્લામાં નદીનું જળસ્તર 20 ફૂટને વટાવી ગયું
પૂરના પાણીથી નીચાણવાળા વિસ્તારો પ્રભાવિત બન્યા
નવસારી જિલ્લામાં સતત વરસાદને કારણે બીલીમોરા શહેર નજીકથી પસાર થતી કાવેરી નદીનું જળસ્તર 20 ફૂટને વટાવી ગયું છે. નદીમાં આવેલા પૂરના પાણીથી નીચાણવાળા વિસ્તારો પ્રભાવિત બન્યા છે.
પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બીલીમોરા નગરપાલિકા દ્વારા શહેરના અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. નવસારી જિલ્લામાં તૈનાત એસડીઆરએફ ની ટીમને બીલીમોરા ખાતે ડિપ્લોય કરવામાં આવી છે અને ટીમ દ્વારા બચાવ તથા રાહત કામગીરી શરૂ કરવામાં આવી છે. જિલ્લા તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને નદીકાંઠાના લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે..

