Site icon hindtv.in

રાજકોટ ધોરાજીના સુપેડી ગામના ગ્રામજનોમાં ભારે રોષ

રાજકોટ ધોરાજીના સુપેડી ગામના ગ્રામજનોમાં ભારે રોષ
Spread the love

રાજકોટ ધોરાજીના સુપેડી ગામના ગ્રામજનોમાં ભારે રોષ
મુરલી મનોહર મંદિરના મહંતોની દાદાગીરી સામે ભારે રોષ
આગામી ચૂંટણીનો પણ બહિષ્કાર કરવાની જાહેરાત કરી

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામે શ્રી મુરલી મનોહર મંદિર અને ગ્રામજનો વચ્ચે ગંભીર વિવાદ સર્જાયો છે ત્યારે આગામી ચૂંટણીનો પણ બહિષ્કાર કરવાની જાહેરાત કરી

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામે શ્રી મુરલી મનોહર મંદિર અને ગ્રામજનો વચ્ચે ગંભીર વિવાદ સર્જાયો છે. મંદિર સામે આવેલી પાંજરાપોળમાં હરરાજી દરમિયાન વાહનો રાખવા બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. મંદિરના કોઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ કથિત ગેરવર્તન અને દાદાગીરી સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ વિવાદના વિરોધમાં ગ્રામજનોએ આવતીકાલથી સંપૂર્ણ ગામ બંધ રાખવાનું એલાન કર્યું છે અને આગામી ચૂંટણીનો પણ બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. ગ્રામજનો મોડી રાત્રે રસ્તા પર ઉતરી આવ્યા હતા. વિવાદનું કેન્દ્ર બન્યું છે ગામનું મુરલી મનોહર મંદિર. આ ઘટનાની શરૂઆત ગૌશાળાના ખાતરની હરાજીથી થઈ હતી, પરંતુ ધીમે ધીમે આ વિવાદે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું છે.

સુપેડીના મુરલી મનોહર મંદિરમાં મહંત રવિદાસ બાપુ, બાલકદાસ બાપુ અને ડી.સી. પટેલ સામે ગ્રામજનોમાં ભારે આક્રોશ છે. ગ્રામજનોનો અને અન્ય સાધુ-સંતોનો સીધો આરોપ છે કે આ ત્રણેય વ્યક્તિઓ દ્વારા મંદિરમાં જોહુકમી ચલાવવામાં આવી રહી છે. ભક્તોને પૂજા કરવા દેવામાં આવતી નથી, દર્શનાર્થીઓ માટે પડદા પાડી દેવાય છે અને અમુક વર્ગના લોકો સાથે ભેદભાવ રાખવામાં આવે છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version