Site icon hindtv.in

સુરેન્દ્રનગર કઠેચી ગામનો સરપંચના ઘરનો વિડીયો થયો વાયરલ

સુરેન્દ્રનગર કઠેચી ગામનો સરપંચના ઘરનો વિડીયો થયો વાયરલ
Spread the love

સુરેન્દ્રનગર કઠેચી ગામનો સરપંચના ઘરનો વિડીયો થયો વાયરલ
પાણી ન આવતા હવા બાબતે મહિલાઓ સરપંચના ઘરમાં ઘૂસી
પંચાયત અને પાણી સમિતિની ઘોર બેદરકારી હોવાના મહિલાઓ આક્ષેપ

સુરેન્દ્રનગર લીંબડી તાલુકાના નાની કઠેચી ગામનો સરપંચના ઘરનો વિડીયો થયો વાયરલ

સુરેન્દ્રનગર લીંબડી તાલુકાના વાયરલ વીડિયોમાં પાણી ન આવતા હવા બાબતે મહિલાઓ સરપંચના ઘરમાં ઘૂસી ગયા હતા.પાણી પૂરતું હોવા છતાં પંચાયત અને પાણી સમિતિની ઘોર બેદરકારી હોવાના મહિલાઓ આક્ષેપ કરતાં જણાવી રહી છે ચૂંટણીનું મન દુઃખ રાખી અંગત અદાવત ને લઈ પાણી નથી આપવામાં આવતું, વીડિયોમાં એવું પણ જોવા મળી રહ્યું છે જો પાણી નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી ઉતારવામાં આવશે અને સરપંચના ઘરમાં ઘૂસી મહિલાઓએ સરપંચને ઉગ્ર રજૂઆત કરી આ વિડીયો એકાએક સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઇ રહ્યો છે. પાણીમાં પણ ભેદભાવ કરતા હોવાના સરપંચના ઘરમાં આક્ષેપોનો વરસાદ મહિલાઓ કરતી હોય તેવા દ્રશ્યો સર્જાયા ત્યારે વિડીયોને લઈને તંત્ર નક્કર પગલાં ભરશે ખરું ? હાલ પાણીનો પોકાર નાની કઠેચી ગામના લોકો કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે કોઈ જાગૃત નાગરિક દ્વારા આ વિડીયો શુટ કરી એકા એક વાયરલ કરવામાં આવ્યો છે આ વાયરલ વિડીયોના પડઘા પડશે ખરા એ હવે જોવાનું રહ્યું .

Exit mobile version