ઉત્રાણ પોલીસે દુકાનમાં કુટણખાનુ ઝડપી લલનાઓને મુક્ત કરાવી
દેહવેપારમાં સંડોવાયેલા વધુ ચાર લોકોને વોન્ટેડ જાહેર કર્યા
મિતુલ કેશવ ગોળકીયાને ઝડપી પાડ્યો
સુરતની ઉત્રાણ પોલીસે દુકાનમાં કુટણખાનુ ચલાવનારને ઝડીપ પાડી લલનાઓને મુક્ત કરાવી હતી.
સુરત પોલીસ કમિશનર, સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર ઝોન 5 અને મદદનીશ પોલીસ કમિશનર એલ ડીવીઝનની સુચનાથી ધ ઈમોરલ ટ્રાફીક પ્રિવેન્શન એક્ટને લગતા ગુનાઓ ઉકેલવા આપેલ સુચનાને લઈ ઉત્રાણ પીઆઈ ડીયુ બારડની ટીમ મેદાને હતી ત્યારે પીએસઆઈ આરડી ધાધલ અને પીએસઆઈ એનબી બલદાણીયાની ટીમે ઉત્રાણ મૌની ઈન્ટરનેશનલ સ્કુલની બાજુમાં આવેલ અમોરા આર્કેડના પહેલા માળે દુકાનમાં દેહવેપાર ચલાવનાર મિતુલ કેશવ ગોળકીયાને ઝડપી પાડી ત્યાંથી લલનાઓને મુક્ત કરાવી હતી જ્યારે દેહવેપારમાં સંડોવાયેલા વધુ ચાર લોકોને વોન્ટેડ જાહેર કર્યા હતાં.

