દેશભરમાં આજે યુપીએસસી પ્રિલિમ્સ 2026ની પરીક્ષા યોજાઈ
સુરતમાં પણ વિવિધ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારો મોટી સંખ્યામાં પહોંચ્યા
સીસીટીવી મોનીટરીંગ સહિતની ખાસ તકેદારી પણ રાખવામાં આવી
દેશભરમાં આજે યુપીએસસી પ્રિલિમ્સ 2026ની પરીક્ષા યોજાઈ રહી છે. સુરતમાં પણ વિવિધ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારો મોટી સંખ્યામાં પહોંચ્યા છે. પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતી ન થાય તે માટે તંત્ર દ્વારા કડક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
દેશની સૌથી પ્રતિષ્ઠિત ગણાતી યુપીએસસી પ્રિલિમ્સ 2026ની પરીક્ષા આજે બે શિફ્ટમાં લેવાઈ હતી. સુરત શહેરના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર વહેલી સવારથી જ ઉમેદવારો પહોંચતા જોવા મળ્યા હતા. જનરલ સ્ટડીઝનું પેપર સવારે 9:30 વાગ્યે શરૂ થયું જ્યારે સીએસએટી ની પરીક્ષા બપોરે 2:30 વાગ્યે લેવાયો હતો. પરીક્ષા કેન્દ્રના ગેટ સવારે 9 વાગ્યે તેમજ બપોરે 2 વાગ્યે બંધ કરી દેવાયો હતો તેની સૂચના અગાઉથી આપવામાં આવી હતી. ઉમેદવારોને બાયોમેટ્રિક ચકાસણી બાદ જ કેન્દ્રમાં પ્રવેશ અપાયો હતો. પરીક્ષા દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરરીતી ન થાય તે માટે તમામ કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા સીસીટીવી મોનીટરીંગ સહિતની ખાસ તકેદારી પણ રાખવામાં આવી હતી.

