Site icon hindtv.in

અમરેલીમાં ચૂંટણીને લઈ ધમધમાટ

અમરેલીમાં ચૂંટણીને લઈ ધમધમાટ .
Spread the love

અમરેલીમાં ચૂંટણીને લઈ ધમધમાટ
વડીયામાં મંત્રી કૌશિક વેકરિયાના વિપક્ષ પર પ્રહાર
ભાજપ સરકાર ઓછુ બોલે છે પણ કામ વધારે કરે છે. અ

અમરેલીના વડીયામાં મંત્રી કૌશિકભાઈ વેકરીયાએ ચૂંટણીને લઈ સભા ગજવી હતી જેમાં તેમણે વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા અને તેમણે જાહેરસભામાં કહ્યું કે ભાજપ સરકાર ઓછુ બોલે છે પણ કામ વધારે કરે છે. અમરેલીમાં ચૂંટણીને લઈ ધમધમાટ છે.

અમરેલી ના વડીયામાં ચૂંટણીને લઈ મંત્રી કૌશિક વેકરિયાએ સભા ગજવી હતી અને તેમણે લોકોને મતદાન કરવા માટે અપીલ પણ કરી હતી, કૌશિક વેકરિયાએ કહ્યું કે, ભાજપ જે કામ કરે છે તે કામ સંપૂર્ણ હોય છે, ભલે તે બોલે ઓછું પણ કામ કરવાની પદ્ધતિ અલગ છે. તો અમરેલી જિલ્લામાં પણ વિકાસના કામો થયા છે તેવું મંત્રીનું કહેવું છે, વધુમાં મંત્રીનું કહેવું છે કે, દરેક હિલચાલ પર ભાજપની ચાંપતી નજર છે અને વિકાસના રથને કોઈ રોકી શકશે નહીં અને બાકીના તમામ લેખાજોખા હું જોઈ લઈશ તેવું મંત્રીએ કહ્યું છે. અમરેલી જિલ્લા પંચાયતની કુલ 32 બેઠકોમાંથી, અનુસૂચિત જાતિ, અનુસૂચિત આદિજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને મહિલાઓ માટે અનામત બેઠકોની ફાળવણી કરવામાં આવી છે. અમરેલી જિલ્લા પંચાયત માટે કુલ 34 બેઠકો નક્કી કરવામાં આવી છે અને તેનું વિગતવાર અનામત વર્ગીકરણ જાહેર કરવામાં આવ્યું છે. આ 34 બેઠકો પૈકી અનુસૂચિત જાતિ (એસ.સી.) માટે 2 બેઠકો (1 મહિલા), સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ (એસ.ઇ.બી.સી.) માટે 4 બેઠકો ( 2 મહિલા), અને સામાન્ય મહિલાઓ માટે 10 બેઠકો અનામત રાખવામાં આવી છે.

અમરેલી જિલ્લાના વડીયા ખાતે આજે શિવાજી ચોકમાં આ સભા રાખવામાં આવી હતી અને તેમણે વિપક્ષ પર આકરા પ્રહાર કરતા કહ્યું હતુ કે, વિપક્ષ પાસે કોઈ મજબૂત મુદ્દો નથી કે તે લઈને તે પ્રજાની વચ્ચે જાય, ભાજપ પાસે તો ઘણા મુદ્દા છે અને ઘણા કામ ભાજપે કર્યા છે જે લોકોને ખબર છે. મંત્રીએ ઉમેર્યું હતું કે, ભાજપના શાસનમાં દેશ અને ગુજરાતનો સર્વાંગી વિકાસ થયો છે અને આ વિકાસના રથને હવે કોઈ રોકી શકશે નહીં…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version