Site icon hindtv.in

કેશોદમાં અંડરબ્રિજના કામમાં તાતાથૈયા કરનારાઓ સુધરી જજો,

કેશોદમાં અંડરબ્રિજના કામમાં તાતાથૈયા કરનારાઓ સુધરી જજો,
Spread the love

કેશોદમાં અંડરબ્રિજના કામમાં તાતાથૈયા કરનારાઓ સુધરી જજો,
ધારાસભ્યની હાજરીમાં જ સાર્વજનિક રીતે ધમકી
નપાના પ્રમુખ મેહુલ ગોંડલીયાએ પિત્તો ગુમાવ્યો
બે મહિનામાં કામ પૂર્ણ નહીં થાય તો ધોકાવાળી

જુનાગઢ જિલ્લાના કેશોદમાં એક આશ્ચર્યજનક અને વિવાદાસ્પદ ઘટના સામે આવી છે. જેમાં કેશોદ નગરપાલિકાના પ્રમુખ મેહુલ ગોંડલીયાએ એક અધિકારીને ખુલ્લેઆમ ધમકી આપી હતી. આ ઘટના ત્યારે બની જ્યારે ધારાસભ્ય દેવા માલમની હાજરીમાં અંડરબ્રિજના પ્રશ્નને લઈને એક બેઠક યોજાઈ હતી.

કેશોદમાં અંડરબ્રિજની ધીમી કામગીરીને લઈને પ્રજામાં અને સ્થાનિક નેતાઓમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. આ જ રોષ બેઠક દરમિયાન બહાર આવ્યો અને નગરપાલિકાના પ્રમુખ મેહુલ ગોંડલીયાએ પોતાનો પિત્તો ગુમાવ્યો હતો. બેઠકમાં હાજર અધિકારીએ અંડરબ્રિજનું કામ બે મહિનામાં પૂર્ણ કરવાની ખાતરી આપી હતી. જોકે, પ્રમુખ મેહુલે અધિકરીઓને સીધી ચીમકી આપતા જણાવ્યું હતું કે, જો બે મહિનામાં કામ પૂર્ણ નહીં થાય તો ધોકાવાળી કરવામાં આવશે.

ધારાસભ્યની હાજરીમાં જ સાર્વજનિક રીતે આ પ્રકારની ધમકી આપવી એ ચર્ચાનો વિષય બન્યો છે. જાહેર સેવકો દ્વારા અધિકારીઓને ધમકી આપવાના બનાવો લોકશાહીમાં અયોગ્ય ગણાય છે. જોકે, આ ઘટના એ પણ દર્શાવે છે કે લોકોના પ્રશ્નો અને વિકાસ કાર્યોની ધીમી ગતિને કારણે સ્થાનિક નેતાઓમાં કેટલી આક્રોશ છે. હવે જોવું રહ્યું કે, આ ધમકી બાદ અંડરબ્રિજનું કામ નિર્ધારિત સમયમાં પૂર્ણ થાય છે કે કેમ અને આ મામલે કોઈ કાયદેસરની કાર્યવાહી થાય છે કે નહીં..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version