Site icon hindtv.in

ફુલસરના યુવાન પર જીવલેણ હુમલો કરનાર ત્રણેય શખ્સો ઝડપાયા

ફુલસરના યુવાન પર જીવલેણ હુમલો કરનાર ત્રણેય શખ્સો ઝડપાયા
Spread the love

ફુલસરના યુવાન પર જીવલેણ હુમલો કરનાર ત્રણેય શખ્સો ઝડપાયા
ડી ડિવિઝન પોલીસે ત્રણેય શખ્સોને અટકમાં સમગ્ર ઘટનાનું રી કન્સ્ટ્રક્શન કર્યું

ભાવનગર શહેરના ફુલસર વિસ્તારમાં બે દિવસ પહેલા પ્રેમ લગ્નની દાજ રાખી એક યુવાન પર ત્રણ શખ્સોએ હથિયારો વડે જીવણ હુમલો કર્યો હતો આ ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને ડી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ત્રણેય શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેમાં પોલીસે ત્રણેય શખ્સોની ધડપકડ કરી હતી અને ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રી કન્સ્ટ્રક્શન કર્યું હતું.

ભાવનગર શહેરના ફૂલસરગામ તળમાં રહેતા અને કરીયાણાની દુકાન ધરાવતા રાજદીપ તનસુખભાઈ મેર એ આજથી થોડા મહિના પહેલા ફૂલસર કર્મચારીનગરમા રહેતી વિણા નામની યુવતી સાથે ઘરેથી ભાગી જઈને કોર્ટ મેરેજ કર્યા હતા આ લગ્નને લઈને યુવતીના પરીજનો તથા તેના ભાઈઓ નારાજ હોય દરમ્યાન ત્રણ દિવસ પહેલા રાજદિપની ફૂઈના દિકરાના ફૂલસરમા લગ્ન હોય લગ્ન પૂર્ણ થયા બાદ જાન ફૂલદડાના ડીજે સાથે ઘરે પરત ફરી રહી હતી ત્યારે યુવતીના ભાઈઓ હાર્દિક શિવરાજ જાડેજા,મયુર ગોહિલ અને અમરદીપ જોરુભા ઝાલા બે બાઈક લઈને ગુરૂકુળ ચોકમાં આવ્યાં હતાં અને રાજદિપને ઘેરી લઈ છરી વડે હુમલો કરી ફરાર થઈ ગયા હતા આ ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત રાજદીપ ને સારવાર અર્થે સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો તો બીજી તરફ રાજદિપના પિતા તનસુખભાઈ રમેશભાઈ મેર એ ત્રણેય શખ્સો વિરુદ્ધ ડી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં પોલીસે ત્રણેય શખ્સોને ઝડપી લઇ ઘટના સ્થળે ત્રણેય શખ્સોને લઈ જઈ સમગ્ર ઘટનાનું રી કન્સ્ટ્રક્શન કર્યું હતું આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે..

Exit mobile version