સુરતના વેડરોડ પર ઘર છોડનારા ત્રણેય બાળકો ઘરે પરત
ઘરેથી ભાગી બાળકો ટ્રેનમાં મુંબઈ, જયપુર અને દિલ્હીની સફર કરી
એન્કર બાળકો સુરક્ષિત મળતા સમગ્ર મામલાનો સુખદ અંત આવ્યો
સુરતના વેડરોડ પર રહેતા પરિવારના ફ્રી ફાયર ગેમ રમવા ઘર છોડનારા ત્રણેય બાળકો ઘરે પરત ફરતા હાશકારો અનુભવાયો છે. ઘરેથી ભાગી બાળકો ટ્રેનમાં મુંબઈ, જયપુર અને દિલ્હીની સફર કરી હતી. બાળકો સુરત પહોંચતા રેલવે સ્ટેશનના સીસીટીવીમાં કેદ થયા થતા પોલીસ અને પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.
વીઓ: સુરતના ચોક બજાર વિસ્તારમાંથી ગુમ થયેલા ત્રણ સગીર બાળકો આખરે સહી-સલામત મળી આવતા પોલીસે અને પરિવારે રાહતનો શ્વાસ લીધો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, ઘરેથી ફ્રી ફાયર ગેમ રમવા ન દેવાતા નારાજ થઈને આ ત્રણેય બાળકો કોઈને જણાવ્યા વગર ઘરેથી ભાગી ગયા હતા. ત્રણેય બાળકો સુરતથી ટ્રેન પકડીને પહેલા મુંબઈ પહોંચ્યા હતા. ત્યાંથી ટ્રેન બદલીને જયપુર ગયા અને ત્યારબાદ જયપુરથી દિલ્હી પહોંચ્યા હતા. દિલ્હીથી સીધા ટ્રેન મારફતે સુરત પરત ફરતા જ રેલ્વે સ્ટેશનના સીસીટીવી કેમેરામાં તેઓ કેદ થઈ ગયા હતા. સીસીટીવીના આધારે રેલવે પોલીસે ત્રણેય બાળકોનો કબજો મેળવી આગળની કાર્યવાહી માટે ચોક બજાર પોલીસને સોંપ્યા છે. આમ, ગેમ રમવાના ચક્કરમાં સુરતથી બોમ્બે, જયપુર અને દિલ્હી સુધીની લાંબી સફર ખેડીને પરત આવેલા બાળકો સુરક્ષિત મળતા આ સમગ્ર મામલાનો સુખદ અંત આવ્યો છે.

