Site icon hindtv.in

ભાવનગરમાં સોના-ચાંદીના દાગીના ચોરનો ભેદ ઉકેલ્યો

ભાવનગરમાં સોના-ચાંદીના દાગીના ચોરનો ભેદ ઉકેલ્યો
Spread the love

ભાવનગરમાં સોના-ચાંદીના દાગીના ચોરનો ભેદ ઉકેલ્યો
ઘરફોડ ચોરીના કુલ-૦૪ ગુન્હાઓનો ભેદ ઉકેલતીલોકલ ક્રાઇમ બ્રાન્ચ

ભાવનગરમાં સોના-ચાંદીના દાગીના કિ.રૂ. ૨,૯૯,૮૦૦ તથા રોકડ સહિત કુલ રૂ. ૩,૪૨,૩૦૦/ ના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી ઘરફોડ ચોરીના કુલ-૦૪ ગુન્હાઓનો ભેદ ઉકેલતીલોકલ ક્રાઇમ બ્રાન્ચ

તારીખ૦૫ એપ્રિલના રોજ ભાવનગર, એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં મિલકત સંબંધી ગુન્હાઓના શકદારોની તપાસમાં હતાં.તે દરમ્યાન બાતમી મળેલ કે, બોરતળાવની પાળી પાસે આવેલ ભાવનગર મહાનગરપાલીકાના પંપીગ સ્ટેશનની ઓફીસના પગથીયે કાળા કલરનું ગાઉન પહેરેલ મહિલા તથા કાળા કલરનું શર્ટ અને સ્કાય બ્લ્યુ કલરનું પેન્ટ પહેરેલ પુરુષ બેઠેલ છે. તેઓ પાસે સોના-ચાંદિના દાગીના તથા રોકડ રકમ છે. જે તેઓ કયાંકથી ચોરી અગર તો છળકપટથી લાવેલ હોવાની શંકા છે. જે બાતમીવાળી જગ્યાએ જઇ તપાસ કરતાં તેઓની પાસેથી મળી આવેલ નીચે મુજબના સોના-ચાંદિના દાગીના તથા રોકડ રકમ અંગે કોઇ આધાર કે બિલ નહિ હોવાનું જણાવી કોઇ સંતોષકારક જવાબ આપેલ નહિ.જે સોના-ચાંદિના દાગીના તથા રોકડ રકમ તેઓ કયાંકથી ચોરી અગર તો છળ કપટથી મેળવેલ હોવાનું જણાય આવતાં શક પડતી મિલકત તરીકે કબ્જે કરી તેઓ બંનેની ધરપકડ કરવામાં આવેલ. આ સોના-ચાંદિના દાગીના તથા રોકડ રકમ અંગે તેઓની વધુ પુછપરછ કરતાં કુલ-૦૪ ગુન્હાઓનો ભેદ ઉકેલાયો હતો ચોરી કરવાવાળા ઇસમો દિવસ દરમિયાન ભીખ માંગવાના બહાને સોસાયટીઓમાં આંટા મારી બંધ મકાન જોઇ તેના તાળા તોડી પ્રવેશ કરી ચોરી કરવાની તેમજ ચોરી કરવા માટે કોઇ પુરૂષ આવેલ હોવાની શંકા જાય તે માટે ચોરીવાળી જગ્યાએ પુરૂષના ચંપલ મુકીને જતાં રહેવાની એમ.ઓ. (મોડેસ ઓપરેન્ડી) ધરાવે છે.

Exit mobile version