Site icon hindtv.in

સુરતમાં સાડીઓની ચોરીની ઘટના સામે આવી

સુરતમાં સાડીઓની ચોરીની ઘટના સામે આવી
Spread the love

સુરતમાં સાડીઓની ચોરીની ઘટના સામે આવી
સરથાણા વિસ્તારમાં આવેલી વંદના સોસાયટીમાંની ઘટના
સરથાણા પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી
ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ

સુરતના સરથાણા વિસ્તારમાં આવેલી વંદના સોસાયટીમાંથી સાડીઓની ચોરીની ઘટના સામે આવી છે. એક વેપારીએ પાર્ક કરેલી ઈકો કારમાંથી રાત્રિના સમયે બે અજાણ્યા શખ્સોએ ડુપ્લીકેટ ચાવી વડે ચોરી કરી હોવાનું સીસીટીવી ફૂટેજમાં ખુલ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, કપડાના વેપારીએ પોતાની ઈકો કારમાં સાડીઓનો જથ્થો રાખી રાત્રે કાર સોસાયટીમાં પાર્ક કરી હતી. પરંતુ મધરાત બાદ બીજી ઈકો કારમાં આવેલા બે શખ્સોએ પાર્ક કરેલી કારની ચાવી બનાવેલી હોવાની આશંકા વચ્ચે કારનું લોક ખોલ્યું અને તેમાં રહેલ તમામ સાડીઓની ચોરી કરી ભાગી છૂટ્યા. ઘટનાની સમગ્ર પ્રક્રિયા સોસાયટીમાં લગાવેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં શંકાસ્પદ ઈકો કાર અને બંને શખ્સોની હલચાલ સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે. CCTV ફૂટેજ હાલમાં સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યા છે. હાલમાં સરથાણા પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે અને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. વેપારીઓમાં આ ઘટનાને લઇ ચિંતા ફેલાઈ છે, તેમજ રાત્રે વાહનમાં માલ મુકીને રાખવો કેટલો સુરક્ષિત છે તે અંગે પણ પ્રશ્નો ઊઠ્યા છે.

Exit mobile version