સુરતમાં ફરી પાણી માફિયાઓનો આતંક સામે આવ્યો

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ફરી પાણી માફિયાઓનો આતંક સામે આવ્યો
ડિંડોલી બાદ ભેસ્તાનમાં ગેરકાયદેસર પાણીનુ વેચાણ
પાણીનુ વેચાણ કરનારાઓનો સ્થાનિકોએ વિરોધ કર્યો

સુરતમાં ફરી પાણી માફિયાઓનો આતંક સામે આવ્યો છે ત્યારે ડિંડોલી બાદ ભેસ્તાનમાં ગેરકાયદેસર પાણીનુ વેચાણ કરનારાઓનો સ્થાનિકોએ વિરોધ કર્યો હતો.

સુરત શહેરમાં પાણી માફિયાઓ સામે સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. ડીંડોલી બાદ ભેસ્તાનમાં ગેરકાયદેસર પાણીનું વેચાણ કરતા માફીઆઓ સામે સ્થાનિકોએ મોરચો માંડ્યો હતો. ગેરકાયદેસર રીતે બોરિંગ બનાવી પાણીનું ખનન થઈ રહ્યું હોવાના આક્ષેપ ભેસ્તાનની મંગલમૂર્તિ સોસાયટીના લોકો દ્વારા કરાયો હતો. ગેરકાયદેસર રીતે 8 થી વધુ પાણીની બોરિંગ બનાવવામાં આવી હોય જ્યાંથી રાત દિવસ લાખો લીટર પાણીનું વેચાણ થઈ રહ્યું છે. રહેઠાણ વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં પાણીના ટેન્કરો બેફામ પસાર થતા સ્થાનિકોને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે. તો મોટા પ્રમાણમાં પાણીનું ખનન કરી મિલોને પહોંચાડવામાં આવતુ હોય જેને લઈ સ્થાનિકોએ પાણીના ટેન્કરોના ત્રાસથી મુક્તિ આપવા બોરિંગ ચાલકો સામે વિરોધ નોંધાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *