સુરતમાં રખડતા શ્વાનોનો આતંક
નવી સિવિલ હોસ્પિટલમાં ડોગ બાઈટના ઈન્જેકશન માટે લાઈન
ઈન્જેકશન લેવા દર્દીઓની લાંબી લાઈન લાગી
સુરતમાં રખડતા શ્વાનોનો આતંક યથાવત હોય તેમ નવી સિવિલ હોસ્પિટલમાં ડોગ બાઈટના ઈન્જેકશન લેવા દર્દીઓની લાંબી લાઈન લાગી હતી.
સુરતમાં ઘણા સમયથી ડોગ બાઈટના કિસ્સાઓ વધી રહ્યા છે અને હજુ પણ રખડતા શ્વાનનો આતંક યથાવત હોય તેમ છે. કારણ કે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ડોગ બાઈટ ઇન્જેક્શન લેવા માટે લાઇન લાગી છે. રોજના નવી સિવિલ હોસ્પિટલમાં 100 થી 120 ડોગ બાઈટના કેસ આવી રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન રખડતા શ્વાનના રસીકરણ ખસીકરણ પાછળ કરડો રૂપિયા ખર્ચે છે પરંતુ રખડતા શ્વાનનો આતંક શહેરમાં યથાવત જોવા મળી રહ્યો છે.

