Site icon hindtv.in

સુરત શહેર અને જિલ્લામાં રખડતા શ્વાનોનો આતંક

સુરત શહેર અને જિલ્લામાં રખડતા શ્વાનોનો આતંક
Spread the love

સુરત શહેર અને જિલ્લામાં રખડતા શ્વાનોનો આતંક
સાયણ ગામના નંદની એપાર્ટમેન્ટમાં રખડતા શ્વાન
શ્વાનના હુમલામાં ઘવાયેલા બાળકને સિવિલમાં ખસેડાયો

સુરત શહેર અને જિલ્લામાં રખડતા શ્વાનોનો આતંક જોવામળી રહ્યો છે ત્યારે સાયણ ગામના નંદની એપાર્ટમેન્ટમાં રખડતા શ્વાનના હુમલામાં ઘવાયેલા બાળકને સિવિલમાં ખસેડાયો હતો.

સુરત જિલ્લાના સાયણ ગામ સ્થિત નંદની એપાર્ટમેન્ટમાં રખડતા શ્વાનના હુમલાની ગંભીર ઘટના સામે આવી છે. એપાર્ટમેન્ટમાં રમતા દોઢ વર્ષના માસૂમ બાળકપર અચાનક શ્વાનએ હુમલો કરી બચકા ભર્યા હતા. જેને લઈ બાળકને ઇજા થતાં પરિવારજનોમાં અફરાતફરી મચી ગઈ હતી અને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ ખાતેદોડી આવ્યા હતા. ઇજાગ્રસ્ત બાળકની નવી સિવિલ હોસ્પિટલમાં હાજર ડોક્ટરોની ટીમે તાત્કાલિક સારવાર આપી હતી. ડોક્ટરો દ્વારા બાળકને રેબીઝ વિરોધી ઇન્જેક્શન તથાજરૂરી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. તો સારવાર બાદ બાળકની હાલત સ્થિર હોવાનું તબીબી સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ઘટનાને લઈને સ્થાનિક રહીશોમાં રખડતાશ્વાનોના વધતા ઉપદ્રવ અંગે ભય અને રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ તંત્રને રખડતા શ્વાનો અંગે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે.

Exit mobile version