સુરતમાં રખડતા શ્વાનનો આતંક
ઉન વિસ્તારમાં માસુમ બાળા ઉપર શ્વાનનો હુમલો
બાળકીને એન્ટી રેબિસની રસી મુકાવાઈ
સુરતમાં રખડતા શ્વાનનો આતંક વધી રહ્યો હોય તેમ ઉન વિસ્તારમાં માસુમ બાળા પર શ્વાને હુમલો કરતા હોસ્પિટલે ખસેડાઈ હતી.
સુરત શહેરમાં ફરીએકવાર રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે જેમાં ઉન વિસ્તારમાં આવેલી નૂર રેસીડેન્સી સોસાયટીના ગેટ પર રમી રહેલી 2 વર્ષીય બાળકી પર શ્વાને હુમલો કર્યો હતો. બાળકી પર હુમલાની ઘટના સીસીટીવી કેદ થઈ છે. જેને લઈ બાળાને ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડાઈ હતી અને બાળકીને એન્ટી રેબિસની રસી મુકાવાઈ હતી. જો કે રખડતા કુતરાઓનો આતંક ક્યારે દુર થશે તે સમજાતુ નથી.

