Site icon hindtv.in

સુરતમાં રખડતા શ્વાનનો આતંક યથાવત

સુરતમાં રખડતા શ્વાનનો આતંક યથાવત
Spread the love

સુરતમાં રખડતા શ્વાનનો આતંક યથાવત
ઘોડદોડ રોડ પર આવેલા ઘંટીવાલા ગાર્ડનમાં બાળકી શ્વાને કર્યો હુમલો
ફરી એકવાર મનપાની કામગીરી સામે સવાલો ઉભા

સુરતમાં રખડતા શ્વાનનો આતંક યથાવત હોય તેમ શહેરના પોશ વિસ્તાર ગણાતા ઘોડદોડ રોડ પર આવેલા ઘંટીવાલા ગાર્ડનમાં 8 વર્ષની બાળકી પર શ્વાને હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. બાળકી હાલ સારવાર હેઠળ છે.

સુરતના ઘોડદોડ રોડ વિસ્તારમાં આવેલા ઘંટીવાલા ગાર્ડનમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગાર્ડનમાં રમી રહેલી 8 વર્ષની અનન્યા રાજુ હેરોડે પર અચાનક રખડતા શ્વાને હુમલો કર્યો હતો. મળતી માહિતી મુજબ બાળકી પાસે રહેલી આઈસ્ક્રીમની થેલી જોઈને શ્વાન ઉશ્કેરાયો હતો અને બાળકીના શરીરે બચકું ભર્યું હતું. હુમલા બાદ ગાર્ડનમાં હાજર લોકો દોડી આવ્યા હતા અને બાળકીનો બચાવ કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલી અનન્યાને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ઘટનાને લઈને પરિવારમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરમાં વધતા રખડતા શ્વાનના આતંક વચ્ચે ફરી એકવાર મનપાની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.

Exit mobile version