સુરતમાં ફરી રખડતા કુતરાઓનો આતંક સામે આવ્યો

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ફરી રખડતા કુતરાઓનો આતંક સામે આવ્યો
ચાર વર્ષના બાળક પર ચાર શ્વાનોએ જીવલેણ હુમલો કરી બચકાં ભર્યા
શરીર પર પગથી લઈને માથામાં 50 થી વધુ ઈજાઓ

સુરતમાં ફરી રખડતા કુતરાઓનો આતંક સામે આવ્યો છે. ચાર વર્ષના બાળક પર ચાર શ્વાનોએ જીવલેણ હુમલો કરી બચકાં ભરીને માથું ફાડી નાખ્યું હતુ સાથે શરીર પર પગથી લઈને માથામાં 50 થી વધુ ઈજાઓ કરતા ગંભીર હાલતમાં બાળકને હોસ્પિટલે ખસેડાયો હતો.

સુરત શહેરમાં રખડતા શ્વાનોનો આતંક યથાવત્ જોવા મળી રહ્યો છે. શહેરના સચિન વિસ્તારમાં એક અત્યંત કરુણ અને ગંભીર બનાવ સામે આવ્યો છે, જ્યાં 4 વર્ષના એક માસૂમ બાળક પર 4થી 5 જેટલાં શ્વાનોના ટોળાએ જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં બાળક ગંભીર રીતે ઘાયલ થયો છે અને તેને સારવાર અર્થે તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. માથા સહિત શરીર પર 50થી વધુ ઈજાના નિશાનો છે. હાલ બાળકની હાલત ગંભીર છે. માતા હોસ્પિટલ દોડી આવી દીકરાની હાલત જોઈને માતા આક્રંદ સાથે ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યા હતા. બાળક પર હુમલો થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને મહામહેનતે શ્વાનોની ચુંગાલમાંથી બાળકને છોડાવ્યો હતો. લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તબીબોના જણાવ્યા મુજબ, બાળકનું માથું ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયું હોવાથી તેની હાલત અત્યંત ગંભીર છે. આ બનાવને પગલે પરિવારમાં શોક અને માતમનો માહોલ છવાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *