સુરત શહેરમાં ફરી રખડતા શ્વાનનો આતંક
એક જ દિવસમાં 20 જેટલા નાના બાળકોને શ્વાને બચ્કા ભર્યા
ઈન્જેકશન મુકાવવા સુરત નવી સિવિલમાં દોડધામ
સુરત શહેરમાં ફરી રખડતા શ્વાનનો આતંક વધી રહ્યો હોય તેમ લાગી રહ્યુ છે ત્યારે એક જ દિવસમાં 20 જેટલા નાના બાળકોને શ્વાને બચ્કા ભર્યા હોવાનુ અને ઈન્જેકશન મુકાવવા સુરત નવી સિવિલમાં આવ્યા હોવાનુ સામે આવ્યુ છે.
સુરતમાં રખડતા શ્વાનનો આતંક વધી રહ્યો હોય તેમ સિવિલ હોસ્પિટલમાં ડોગ બાઈટના કેસમાં વધારો જોવા મળ્યો છે. આજે 20 જેટલા નાના બાળકોને શ્વાને બચકા ભર્યા જ્યારે શહેરમાં ૧૧ વાગ્યા સુધીમાં ૪૦ જેટલા લોકો શ્વાન આતંકનો ભોગ બન્યા હતાં. સિવિલમાં હાલ એન્ટી રેપિડ ઈન્જેકશન આપી સારવાર કરવામાં આવી રહી છે. તો ૨૪ કલાકમાં ૧૦૦ જેટલા કેસ ડોગ બાઈટના સિવિલમાં નોંધાય છે. જેથી તાત્કાલિક ધોરણે રખડતા શ્વાનને પકડી પાડવામાં આવે તેવી માંગ ઉઠી છે. તો રવિવારે જ સુરતના સચિન વિસ્તારમાં પાંચ વર્ષના બાળક ઉપર શ્વાનોના ઝુંડે હુમલો કર્યો હતો.

