અડાજણમાં લુખ્ખા તત્વોનો આતંક
પાનના વેપારી પર જીવલેણ હુમલો
પોલીસે 2 આરોપી ઝડપી પડી ઘટના રી-કન્સ્ટ્રક્શન કરાયું
સુરતના અડાજણ વિસ્તારમાં અસામાજિક તત્વોએ મચાવેલો આતંકનો વિડીયો સામે આવ્યો છે. જેમાં પાનની દુકાન ચલાવનારે સામાનના પૈસા માંગતા અસામાજિક લુખ્ખા તત્વોએ તેના પર હુમલો કરી ઢોર માર માર્યો હોવાનુ વિડીયોમાં ઉલ્લેખ કરાયો હતો તો આતંક મચાવનાર બે આરોપીઓને પોલીસે પકડી ઘટનાનુ રિ કન્સ્ટ્રક્શન કરાવ્યુ હતું.
સુરતના અડાજણ પોલીસ મથક વિસ્તારના નામે એક વિડીયો વાયરલ થયો છે. અડાજણ પોલીસ મથકની હદમાં પાલનપુર જકાતનાકા નજીક સંત તુકારામ પાસે એસ.બી.આઈ. બેંક પાસે પાનની દુકાન ચલાવનાર યુવાનને ત્યાં ગ્રાહક તરીકે આવેલા અસામાજિક તત્વોએ સામાનની ખરીદી કરી હતી. જો કે તે સામાનના રૂપિયાની માંગણી કરતા 4 થી 5 જેટલા અસામાજિક લુખ્ખા તત્વો ઉશ્કેરાયા હતા અને દુકાનદાર પર હુમલો કરી તેને ઢોર માર માર્યો હતો. આ ઘટનામાં પાનની દુકાન ચલાવનારનુ માથુ ફોડી નાંખી માર મારી અધમુવો કરી દીધો હોવાનુ વિડીયોમાં દેખાય છે. જો કે હાલ વિડીયો વાયરલ થતા પોલીસે વિડીયોના આધારે તપાસ હાથ ધરી હતી અને સરાજાહેર આતંક મચાવનાર બે આરોપીઓને પકડી પાડી એકને વોન્ટેડ જાહેર કર્યો હતો. તો આરોપીને પકડી પોલીસે ઘટનાનુ રી કન્સ્ટ્રક્શન પણ કર્યુ હતું.

