Site icon hindtv.in

સુરતમાં રોજેરોજ અસામાજિક તત્વોના આતંક વધી રહ્યો છે

સુરતમાં રોજેરોજ અસામાજિક તત્વોના આતંક વધી રહ્યો છે
Spread the love

સુરતમાં રોજેરોજ અસામાજિક તત્વોના આતંક વધી રહ્યો છે
લિંબાયત વિસ્તારમાં હિંદ ટી બહાર યુવક પર જીવલેણ હુમલો
અંગત અદાવતને કારણે હુમલો કરવામાં આવ્યો હોવાનું અનુમાન

સુરતમાં રોજેરોજ અસામાજિક તત્વોના આતંક સામે આવી રહ્યો છે ત્યારે સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં હિંદ ટી બહાર યુવક પર જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે. અંગત અદાવતને લઈને હુમલો થયો હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો.

સુરતમાં રોજેરોજ ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો છે ત્યારે સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલ હિંદ ટી વિસ્તારમાં એક યુવક પર અજાણ્યા શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ અંગત અદાવતને કારણે હુમલો કરવામાં આવ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. હુમલામાં યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાની જાણ થતા સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની માહિતી મળતા જ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. હુમલાખોરોને ઝડપી પાડવા માટે પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. હાલ ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોલીસે હુમલાના ચોક્કસ કારણોને લઈને વધુ તપાસ શરૂ કરી છે.

Exit mobile version