સુરતમાં અસામાજિક તત્વોનો આતંક ફરી સામે આવ્યો
ભંગારના વેપારીને અસામાજિક તત્વોએ લુંટી લીધી
સીસીટીવી સામે પોલીસને ગાળો આપી પડકાર ફેક્યો
સુરતમાં અસામાજિક તત્વોનો આતંક વારંવાર સામે આવે છે ત્યારે પુણા વિસ્તારમાં ભંગારના વેપારીને અસામાજિક તત્વોએ લુંટી લઈ સીસીટીવી સામે પોલીસને ગાળો આપી પડકાર ફેક્યો હતો.
સુરતના પુણા વિસ્તારમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા હોય તેમ સંતોષ કાલીયાની ગેંગે રાજીવ નગર સોસાયટીમાં ભંગારના વેપારીને લૂંટી લીધો હતો. ભંગારના વેપારીને માર મારી લૂંટી લઈ સીસીટીવી ની સામે પોલીસને ગાળો આપી પડકાર ફેંક્યો ફેક્યો હતો. જેને લઈ આવા લૂખા તત્વોથી ભયનો માહોલ છવાઈ રહ્યો છે. ત્યારે સમગ્ર ઘટના સીસીટીવી પણ સામે આવ્યા હોય જેને લઈ સ્થાનિક પુણા પોલીસ પર અનેક સવાલ ઉઠી રહ્યા છે.

