સુરતમાં અસામાજિક તત્વોનો આતંક ફરી સામે આવ્યો

Featured Video Play Icon
Spread the love

સુરતમાં અસામાજિક તત્વોનો આતંક ફરી સામે આવ્યો
પાંડેસરામાં યુવાન પર જાહેરમાં હુમલાનો વીડિયો વાયરલ
હુમલાખોરો બે નંબરના ધંધા સાથે સંકળાયેલા

સુરતમાં અસામાજિક તત્વોનો આતંક વારંવાર સામે આવી રહ્યો છે ત્યારે પાંડેસરા વિસ્તારમાં યુવાન પર જાહેરમાં હુમલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી જવા પામી છે.

સુરતમાં ગુનેગારો બેફામ બની રહ્યા છે ત્યારે સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં લુખ્ખા તત્વોએ આતંક મચાવ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં ફોરવીલર ગાડીમાં આવેલા કેટલાક શખ્સોએ એક યુવકને માર માર્યાનો દ્રશ્ય સામે આવ્યો છે. તો સ્થાનિકોએ કહ્યુ હતુ કે હુમલાખોરો બે નંબરના ધંધા સાથે સંકળાયેલા છે. સાથે જ અનેક ગુનાઓમાં તેમના નામ ખુલ્યા હોવાની માહિતી પણ સામે આવી રહી છે. ઘટનાને લઈ વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે, જ્યારે સમગ્ર મામલે પાંડેસરા પોલીસે તપાસ શરૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *