Site icon hindtv.in

સુરત માન દરવાજામાં વહેલી સવારે મંદિર તોડી પડાયું

સુરત માન દરવાજામાં વહેલી સવારે મંદિર તોડી પડાયું
Spread the love

સુરત માન દરવાજામાં વહેલી સવારે મંદિર તોડી પડાયું
ખાજા નગરમાં એસએમસીની કાર્યવાહી,
સ્થાનિકોએ ગંદકી-અસામાજિક પ્રવૃત્તિઓથી બચવા મંદિર બનાવ્યાનો દાવો

સુરતના માન દરવાજા ખાજા નગર વિસ્તારમાં વહેલી સવારે સુરત મહાનગર પાલિકા દ્વારા મંદિર તોડી પડાયો હતો. અગાઉ ગંદકી અને કચરાના ઢગલા રહેતા હોય સાથે અસામાજિક પ્રવૃત્તિઓ થતા સ્થાનિકોએ મંદિર બનાવ્યો હોવાનુ સામે આવ્યુ છે.

સુરતના માન દરવાજા ખાતે આવેલ ખાજા નગર વિસ્તારમાં વહેલી સવારે 6 વાગ્યાના અરસામાં પાલિકા દ્વારા રોડ પર બનાવાયેલ મંદિર તોડી પડાયુ હતું. સ્થાનિકોના જણાવ્યા મુજબ જે જગ્યા પર મંદિર બનાવવામાં આવ્યું હતું ત્યાં અગાઉ ગંદકી અને કચરાના ઢગલા રહેતા હતા. આ ઉપરાંત અસામાજિક પ્રવૃત્તિઓ થતી હોવાના આક્ષેપો પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા હતા. વધુમાં સ્થાનિકોએ કહ્યુ હતું કે આ સ્થિતિને પગલે રહેવાસીઓ દ્વારા આ જગ્યાએ મંદિર બનાવવામાં આવ્યું હતું. જોકે આજે વહેલી સવારે એસએમસીની ટીમ દ્વારા કાર્યવાહી કરીને મંદિરનું બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું.

Exit mobile version