Site icon hindtv.in

સુરત એસઓજીની ટીમે જીમ ટ્રેનરને ઝડપી પાડ્યો

સુરત એસઓજીની ટીમે જીમ ટ્રેનરને ઝડપી પાડ્યો
Spread the love

સુરત એસઓજીની ટીમે જીમ ટ્રેનરને ઝડપી પાડ્યો
મહિલાને પ્રેમ જાળમાં ફસાવી ફોટા વાયરલ કરવાની ધમકી આપી
જીમ ટ્રેનર શબ્બીર અસગર ટૂંકવાલાને ઝડપ્યો

સુરત એસઓજીની ટીમે જીમમાં જતી મહિલાને પ્રેમ જાળમાં ફસાવી ફોટા વાયરલ કરવાની ધમકી આપી લાખોની ખંડણી માંગનાર ટ્રેનરને ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત દ્વારા જીમમાં જતી મહિલાઓને ટ્રેનર અને સંચાલકો પ્રેમજાળમાં ફસાવતા હોવાની પ્રવૃત્તિ અટકાવવા આપેલી સુચનાને લઈ એસઓજીની ટીમ તપાસમાં જોડાઈ ત્યારે ડીસીપી રાજદિપસિંહ નકુમ અને પીઆઈ એએસ સોનારાની ટીમે થોડા સમય અગાઉ જીમ ટ્રેનર અને સંચાલકોની મીટીંગ કરી આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ ન કરવા કડક સુચના આપી હતી. ત્યારે પાલ વિસ્તારના જીમમાં જતી આધેડ મહિલાને પ્રેમજાળમાં ફસાવી ફોટા વાયરલ કરવાની ધમકી ટ્રેનરે આપી હોવાની માહિતી મળતા જ એસઓજીની ટીમે ત્વરિત તપાસ હાથ ધરી જીમ ટ્રેનર શબ્બીર અસગર ટૂંકવાલાને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

Exit mobile version