Site icon hindtv.in

ડાંગમાં વરસાદે તબાહી મચાવ્યા બાદ તંત્ર કામે લાગ્યું.

ડાંગમાં વરસાદે તબાહી મચાવ્યા બાદ તંત્ર કામે લાગ્યું.
Spread the love

ડાંગમાં વરસાદે તબાહી મચાવ્યા બાદ તંત્ર કામે લાગ્યું.
મુખ્ય માર્ગોને ફરી શરૂ કરવા કામગીરી હાથ ધરાઈ
અંબિકા નદીના પાણી બાર લોકોના ઘર સુધી પાણી પહોંચ્યા

ડાંગ જિલ્લામાં નવરાત્રીના પ્રથમ દિવસે ભારે વરસાદે તબાહી મચાવી હતી. ભારે વરસાદને પગલે અંબિકા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હતી. અંબિકા નદીના પાણી બાર ખાંધીયા ગામમાં લોકોના ઘર સુધી પાણી પહોંચ્યા હતા.

ડાંગ જિલ્લામાં નવરાત્રીના પ્રથમ દિવસે ભારે વરસાદે તબાહી મચાવી હતી. ભારે વરસાદને પગલે અંબિકા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હતી. અંબિકા નદીના પાણી બાર ખાંધીયા ગામમાં લોકોના ઘર સુધી પાણી પહોંચ્યા હતા. અંબિકા નદીના પાણીમાં અનેક લો-લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયા હતા. ડાંગ જિલ્લામાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદથી જિલ્લામાંથી પસાર થતી નદીઓમાં પૂર આવ્યું હતું. અંબિકા, ગીરા, પૂર્ણા નદીના પાણી ગામોમાં ઘૂસ્યા હતા. બાર ખાંધીયા ગામમાં ઘરોમાં અંબિકા નદીના પાણી ઘૂસ્યા હતા. ભારે વરસાદથી વઘઈ- આહવા વચ્ચેનો રસ્તો બંધ થયો હતો. વઘઈ- આહવા રોડ પર ઠેર- ઠેર વૃક્ષો અને ભેખડ ધસી પડતા રોડ બંધ કરવો પડ્યો હતો. જિલ્લાના માછલી ખાતર નજીક પૂર્ણા નદીનું પાણી ફરી વળતા રસ્તો બંધ કરાયો હતો. નદીઓમાં પૂરની સ્થિતિથી અનેક માર્ગ, લો-લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો હતો. નદી કાંઠાના ઘરોમાં વરસાદી પાણી ઘૂસતા લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા. રાત્રીના વરસાદથી લોકો છત્રીના સહારે ગરબે ઘૂમ્યા હતા. સાપુતારામાં છત્રીના સહારે લોકો ગરબે ઘૂમ્યા હતા. જિલ્લા પ્રશાસને લોકોને નદી- કોઝ-વેથી દૂર રહેવા અપીલ કરી હતી….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version