Site icon hindtv.in

સુરતીઓએ વર્ષ 2025ને વિદાય આપી

સુરતીઓએ વર્ષ 2025ને વિદાય આપી
Spread the love

સુરતીઓએ વર્ષ 2025ને વિદાય આપી
નવા વર્ષ 2026ના વધામણા કર્યા
ડુમસ રોડ, વેસુમાં માનવ મહેરામણ

સુરતીઓએ વર્ષ 2025ને વિદાય આપવાની સાથે નવા વર્ષ 2026ના વધામણા કર્યા હતાં. સુરતના ડુમસ રોડ, વેસુ, અડાજણ સહિતમાં માનવ મહેરામણ ઉમટ્યુ હતું.

સુરતમાં 2025ની ભવ્ય વિદાય અને નવા વર્ષના વધામણાં જોવા મળ્યા હતાં. સુરતની ઉત્સાહી જનતાએ 2025ના વર્ષને ખૂબ જ યાદગાર રીતે વિદાય આપી હતી. તો સુરત શહેરના ડુમસ રોડ, વેસુ અને અડાજણ જેવા વિસ્તારોમાં લોકોનું ભારે મહેરામણ જોવા મળ્યુ હતું. ઝળહળતી રોશની અને આકર્ષક ડેકોરેશનથી સુરતના રસ્તાઓ ઉત્સવના માહોલમાં ફેરવાઈ ગયા હતાં. તો પરિવારો અને મિત્રો સાથે મળીને લોકોએ ગરબા, ડાન્સ અને સંગીતના તાલે ઝૂમીને વર્ષની છેલ્લી રાતને માણી હતી. ડાયમંડ સિટી અને ટેક્સટાઈલ હબ તરીકે ઓળખાતા સુરતમાં વેપારીઓ અને શ્રમિકોએ સાથે મળીને આ પર્વની ઉજવણી કરી હતી. રાત્રિના બારના ટકોરે થયેલી ભવ્ય આતશબાજીથી સુરતનું આકાશ રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું. તો પોલીસ પ્રશાસન દ્વારા પણ સુરક્ષા અને ટ્રાફિકના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે લોકોએ શાંતિપૂર્ણ રીતે આનંદ લૂંટ્યો હતો.

Exit mobile version