સુરત એસઓજીની ટીમે શંકાસ્પદ માવો કબ્જે કર્યો
શ્રીજી પ્રોવીઝન સ્ટોરમાંથી શંકાસ્પદ પનીર ઝડપ્યું
રિપોર્ટ નેગેટીવ આવશે તો બન્ને દુકાનદારો સામે કાર્યવાહી થશે
સુરત એસઓજીની ટીમે ઉધનાની શ્રીજી પ્રોવીઝન સ્ટોરમાંથી શંકાસ્પદ પનીર અને પુણા મગોબના પ્રિયંકા સીટી ખાતેથી મીઠાઈ બનાવવામાં વપરાતો શંકાસ્પદ માવો કબ્જે કરી તપાસ માટે મોકલાયો છે.
સુરત પોલીસ કમિશનર દ્વારા શહેરમાં અખાદ્ય પ્રદાર્થોનુ વેચાણ કરનારાઓ સામે કાર્યવાહી કરવા આપેલા આદેશને લઈ એસઓજીની ટીમ ડીસીપીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે એસઓજીના અ.હે.કો. જગશી તથા અ.પો.કો. દેવેન્દ્રદાનને મળેલી બાતમીના આધારે ઉધનામાં આવેલ શ્રીજી પ્રોવિઝન સ્ટોરમાંથી શંકાસ્પદ 80 કિલો જેટલો પનીરનો જથ્થો કબ્જે કર્યો હતો. જ્યારે અ.હે.કો. વિજય તથા અ.પો.કો. ઉદયને મળેલી બાતમીના આધારે પુણા મગોબ પ્રિયંકા સીટી ખાતેથી મીઠાઈ બનાવવામાં વપરાતો શંકાસ્પદ માવાનો 168 કિલો ગ્રામ જેટલો જથ્થો સીઝ કરી હાલ પૃથ્થકરણ માટે લેબમાં મોકલી અપાયો છે. અને જો રિપોર્ટ નેગેટીવ આવશે તો બન્ને દુકાનદારો સામે કાર્યવાહી કરાશે તેમ જણાવાયુ હતું.

