Site icon hindtv.in

સુરત એસઓજીની ટીમે નશાકારક સીરપનુ વેચાણ ઝડપ્યું

સુરત એસઓજીની ટીમે નશાકારક સીરપનુ વેચાણ ઝડપ્યું
Spread the love

સુરત એસઓજીની ટીમે નશાકારક સીરપનુ વેચાણ ઝડપ્યું
પાંડેસરા અને ભેસ્તાનમાં ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશાકારક સીરપનુ વેચાણ
સંચાલક મુકેશ ધર્માનંદ શાહને ઝડપ્યો

સુરત એસઓજીની ટીમે પાંડેસરા અને ભેસ્તાન વિસ્તારમાંથી ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશાકારક સીરપનુ વેચાણ કરનાર મેડીકલ સ્ટોર પર દરોડા પાડ્યા હતાં.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત દ્વારા નાર્કોટીક્સ ડ્રગ્સની બદીને નેસ્તનાબુદ કરવા આપેલી સુચનાને લઈ સુરત એસઓજીની ટીમ મેડિકલ સ્ટોર પરથી ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર વેંચાતા નશાકારક શિરપનુ વેચાણ કરનારાઓ સામે લાલ આંખ કરી બેઠી હતી ત્યારે નાયબ પોલીસ કમિશનર રાજદિપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ એસઓજીના પોલીસ ઈન્સ્પેક્ટરોની ટીમો મેદાને હતી તે સમયે પીએસઆઈ આરએમ સોલંકીની ટીમના હેકો મહિપાલભાઈ તથા રાજુભાઈને મળેલી બાતમીના આધારે પાંડેસરા બમરોલી રોડ પર આવેલ અંશિકા મેડિકલ એન્ડ જનરલ સ્ટોર પર દરોડા પાડી ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક શિરપનુ વેચાણ કરતા સંચાલક અભિષેક આલોક શાહને ઝડપી પાડ્યો હતો. જ્યારે એએસઆઈ જલુભાઈ તથા હેકો રામજીભાઈને મળેલી બાતમીના આધારે ભેસ્તાન વિસ્તારાં આવેલ ક્રિષ્ના મેડિકલ સ્ટોર પર દરોડા પાડી ત્યાંથી સંચાલક મુકેશ ધર્માનંદ શાહને ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક શિરપનુ વેચાણ કરતા ઝડપી પાડી બન્ને પાસેથી નશાકારક કોડીન શિરપનો જથ્થો કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version